ભાવનગર રેન્જ પોલીસ મહા નિરીક્ષક અશોક કુમાર યાદવ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. એ.પી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર વિસ્તારમાં દારૂ/જુગારની બદીનેસ નાબુદ કરવા માટે સખત સુચના આપેલ.જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં દારૂ/જુગાર પકડવા અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે, અહી આગળ ધરમશીભાઇ ડાયાભાઇ ભાલીયા રહે.સથરા ગામ, તા.મહુવા વાળા પોતાની સથરા ગામે આવેલ પારસ સિમેન્ટ નામની દુકાનમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે. જે હકીકત આધારે પંચો સાથે બાતમી વાળી જગ્યાએ પ્રોહી અંગે રેઇડ કરતા હકીકત વાળી જગ્યાએ કોઇ હાજર મળી આવેલ નહી અને હકીકત વાળી જગ્યાએથી ગે.કા. રીતે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ એમસી ડોવલેસ ન.1 સુપીરીર વિસકી ૭પ૦ એમ.એલ.ની હરીયાણા બનાવટની કંપની સીલપેક બોટલ નંગ-૩૯૬ તથા ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂ વ્હાઇટ લેક વોડ્કા ૭પ૦ એમ.એલ.ની રાજસ્થાન બનાવટની કંપની સીલપેક બોટલ નંગ-૧૦ મળી કુલ ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૪૦૬ કિ.રૂ.૧,૨૧,૮૦૦/- તેમજ ભારતીય બનાવટના બીયર ટીન પ્રીમિએમ બીયર ડેર દેવીલ એકસ્ટ્રા સ્ટ્રોંગ ૫૦૦ એમ.એલ.ના હરીયાણા બનાવટના કંપની સીલ પેક બીયરટીન નંગ-૧૩ કિ.રૂ.૧૩૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૨૩,૧૦૦/- નો પ્રોહી મુદ્દામાલ મળી આવતા મજકુર ઇસમે પ્રોહી કલમ-પ્રોહી કલમ ૬૫ એ ઈ, ૧૧૬બી, મુજબનો ગુન્હો કરેલ હોય, જેથી તેના વિરૂધ્ધમાં મહુવા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા તથા પો.સબ. ઇન્સ. એન.જી.જાડેજા તથા પો.સબ.ઇન્સ. એ.પી.જાડેજાની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી. બી. સ્ટાફનાં હેડ કોન્સ. એન.વી.બારૈયા તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવા તથા ભદ્રેશભાઇ પંડયા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતા. રિપોર્ટ બાય : એજજ શેખ ભાવનગર.