ઇન્દિરા નગરીમાં ધોળા દિવસે ઘરમાં ઘૂસી બે શખ્સોએ લૂંટ ચલાવી ,સોનાની ચેન અને રિંગની લૂંટ કરી

ભુજના ઓરિયનટ કોલોનીમાં પાસે આવેલ ઇન્દિરા નગરીમાં ધોળા દિવસે લૂંટનો બનાવ બન્યો. ઘરમાં મહિલા એકલા હતા ત્યારે બે અજાણ્યા શખ્સ ઘરમાં ઘૂસી દોઢ તોલાની સોનાની ચેન અને કાનની રીંગની લૂંટ ચલાવી નાસી ગયા હતા, ઘટનાને પગલે પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી  છે. કરણ વાઘેલા