આડેસર પોલીસે વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો

પલાસાવા ગામના રમેશ હિરાભાઇ ભરવાડ ના કબ્જાની હ્યુન્ડાઇ કંપનીની વર્ના ગાડી રજી.નં 6-12-06-5256 વાળા માંથી તથા તેના રહેણાક મકાનના બાથરૂમ માંથી પુર્વ બાતમી આધારે ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે કુલ કિ રૂ ૫,ર૪.૭૦૦/- નો મુદ્દામાલ સાથે પ્રોહી.નો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી આડેસર પોલીસ. મે.ડી.જી.પી.સા. ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓએ ગુજરાત રાજ્યમાંથી પ્રોહિ/જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સારૂ ડ્રાઇવનુ આયોજન કરેલ હોઇ જે ડ્રાઇવ અન્વયે મે.પોલીસ મહાનિરીક્ષક જેઆર.મોથલીયા ,બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ કે.જજી.ઝઝાલા ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ..રાપર સર્કલ રાપર નાઓએ પૂર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહી/જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક સુચના આપેલ હોઇ. જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર વાય.કે.ગોહિલ તથા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમાં પ્રોઠી ડ્રાઇવ અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.સ.ઇ.વાય.કે.ગોહિલ નાઓને મળેલ બાતમી આધારે પલાસાવા ગામના રમેશ હિરાભાઇ ભરવાડ તેના મિત્ર ભીમા જશરામ ભરવાડ સાથે તેના રહેણાંક મકાનના બાથરૂમમાંથી ઇંગ્લીશ દારૂની પેટીઓ કાઢી પોતાના કબ્જાની હ્યુન્ડાઇ કંપનીની વર્ના ગાડી રજી.નં.૦1-12-06-5256 વાળીમાં પ્રોહિ મુદ્દામાલની હેર-ફેર કરતા હતા. તે દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઉપરોક્ત બન્ને ઇસમોને પકડી પાડી તેઓના વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિ. એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.