બગોદરા તારાપુર રોડ પર વરસાદી પાણી ભરાઇ જતા થયો ટ્રાફિક જામ

બગોદરા બાવળા રોડ પર તારાપુર ત્રણ રસ્તા પર ઓરબ્રિજનું કામ ચાલુ હોય ડાયવર્ઝન આપેલ છે. અને વરસાદ વરસતા વરસાદી પાણી રોડ પર ફરી વળતા રોડ પર પડેલ ખાડાઓમાં પાણી ભરાઈ ગયા હતા. જેથી વરસાદી પાણી રોડ પર ફરી વળતા અને ડાયવર્ઝન આપેલ હોય વરસાદી પાણીથી જમીન બેસી જવાથી ખાડા પડી ગયા છે. અને બગોદરા ત્રણ રસ્તા પર ટ્રાફિક જામ સવારે 8:00 થી 10:00 વાગ્યે સુધી ટ્રાફિક જામ થવા પામ્યો હતો. આ ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ /ખાનગી પ્રાઇવેટ લક્ઝરી બસો / એસ.ટી.ની બસો / નાના વાહનો / માલસામાન લઈ જતી ટ્રકો તથા રવિવાર હોવાથી બહાર નીકળે નાની કારમાં બેઠેલા લોકો ફસાયા હતા તથા મોટીલાબી ગાડીઓ પણ આ ટ્રાફીકમાં ત્રણ કલાક માટે ફસાઈ હતી. બગોદરા પોલીસને જાણ થતાં તાત્કાલિક મહામહેનતે હેડ કોન્સ્ટેબલ કિશોરસિહ તથા રાજભા તથા સ્ટાફના એ એક સાઇડનો ટાફીક બંધ કરાવી બીજી સાઈડ મા ધીરે- ધીરે વાહન જવા દઈ ટ્રાફિક હળવો કર્યો હતો. ટ્રાફિક હળવો કરતા બેથી અઢી કલાકનો ટાઈમ લાગ્યો હતો. આ સમસ્યા ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવતા સર્જાતી હોય છે. તેમાં ડાઇવર્ઝન આવતા અને ભારે વાહનો ડાયવર્ઝન પરથી પસાર થતા રોડ પર વરસાદી પાણી ભરાઈ રહેતા ખાડા પડવાથી અમુક વાહનો ફસાયા પણ હતા. તંત્ર દ્વારા તાત્કાલીક ધોરણે ખાડા પૂરવાનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. રિપોર્ટ બાય : ગોહેલ સોહિલ કુમાર.