દેશીદારૂની ભઠી શોધી કાઢતી મુંદરા પોલીસ


પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજનાઓ તથા પોલીસ અધિક્ષક સૌરભસિંઘ પશ્ચિમ કચ્છ ભુજનાઓ તરફથી જીલ્લામાં પ્રોહી-જુગારની બદી નેસ્ત નામુદ કરવા જરૂરી સુચના આપતા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ કામગીરી કરવા સુચના આપેલ. પોલીસ ઇન્સ્પેકટર એમ.આર,બારોટ મુંદરા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશન ડ્રાઇવ અનુસંઘાને પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમીયાન પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઇ પ્રજાપતીનાઓને મળેલ બાતમી હકિકત મળેલ કે મોટી ભુજપુર ગામનો મંગુભા શિવુભા જાડેજા નાગમતી નદિના તટમાં બાવળની ઝાડીની વચ્ચે દેશીદારૂ બનાવવાની ભક્ઠી ગાળે છે. તેવી ચોકકસ અને ભરોસાપાત્ર બાતમી મળતા જે હકિકત આધારે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા મુદામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટ બાય : કિશન મહેશ્વરી મુંદ્રા.