પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા ,બોર્ડર રેન્જ,ભૂજ તથા મયુર પાટીલ ,ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક,પશ્ચિમ કચ્છ,ભૂજ તથા ઈ.નાયબ પોલીસ અધિક્ષક એ.એ.પડ્યાંનાઓએ પ્રોહી તથા જુગાર ની બદી સપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા સુચના આપેલ જે અનુસંધાને આજરોજ નખત્રાણા પો.સ્ટે ના પો.ઇન્સ. બી.એમ.ચોધરીનાઓના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશનનાં પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ મૂકેશકૃમાર સાધુ તથા પો.હેક.કોન્સ. ગોપાલભાઇ ગઢવી નાઓને સંયુક્ત બાતમી હકીકત કે મળેલ કે વિગોડી ગામથી પશ્ચિમે આશરે બે કી.મી.દુર આવેલ બાબુ લંધા સાંખલા રહે. વિગોડી વાળાના કબ્જાની ભોગવટાની વાડીમાં કેટલાક ઇસમો જાહેરમાં ધાણી પાસા વડે પૈસાની હાર જીતનો જુગાર રમી રમાડે છે. જે બાતમી અન્વયે વર્કઆઉટ કરી રેઇડ કરતા નીચે મુજબ આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.. રિપોર્ટ બાય : કરણ વાઘેલા