મુન્દ્રા તાલુકામાં આડેધડ વાહનો પાર્ક કરતા વાહનચાલકો સામે પોલીસે લાલ આંખ કરી


મુન્દ્રામાં દિવસ દરમિયાન ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. કારણ કે લોકોને જ્યાં મન ફાવે ત્યાં પોતાની ગાડી પાર્ક કરીને જતાં રહે છે. ત્યારે આડેધડ ગાડીઓ પાર્ક કરનાર સામે મુન્દ્રા પોલીસે લાલ આંખ કરી છે. મુંદરના આદર્શ ટાવર પાસે ડો. બાબા સાહેબ આંબેડકરનાં પૂતળા પાસે દરરોજ લોકો જેમ મન ફાવે તેમ ગાડી મૂકીને જતાં રહેતા ત્યારે મુંદરનાનવા પી.આઇ.બારોટ ટ્રાફિકની સમસ્યા ઉપર પણ ધ્યાન આપ્યું છે. અને આદર્શ ટાવર પાસે આવેલ ડો.બાબા સાહેબના પૂતળા પાસે ત્રણ ફોર વ્હીલરનાં ટાયર ઉયર લોક મરાવી દીધા હતા . કે હવે લોકો આડેધડ પાર્ક કરતાં પહેલા વિચારે. રિપોર્ટ બાય : કિશન મહેશ્વરી.