રાપર પોલીસે ગેરકાયદેસર બંદૂક પકડી આરોપીની અટક કરી

પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ જે.આર.મોથલીયા તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ પુર્વ કચ્છ ગાંધીધામનાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ પુર્વ કચ્છ જિલ્લામાં ગેર કાયદેસર હથિયાર રાખતા ઇસમો ને પકડવા સુચના કરેલ હોઇ જે અન્વયે રાપર પો.સ્ટે.ના ઇન્ચા.પોલીસ ઇન્સપેકટર એમ.એમ.જાડેજા નાઓ સુચના આપેલ હોઇ જેઓ ની સુચના મુજબ રાપર પોલીસ સ્ટેશન ના પો.સબ ઇન્સ.જે.એચ.ગઢવી પોલીસ સ્ટાફ સાથે પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા. તે દરમ્યાન પો.સબ ઇન્સ.જે.એચ.ગઢવી નાઓ ને ખાનગી રાહે મળેલ બાતમી હકિકત આધારે કરણ ગાંગજીભાઇ કોલી રહે.રવ નાની તા.રાપર વાળા ને ગેર કાયદેસર દેશી બંદુક સાથે પકડી તેના વિરુધ્ધ આર્મસ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટ બાય : હીનલ જોષી અંજાર.