ઉપલેટા ધારાસસ્ત્રી દ્વારા કરવામાં આવી રહી છે ચંદનની ખેતી


ઉપલેટાના એક ધરાસાસ્ત્રીએ પોતાના ખેતરમાં બે કીમતી વસ્તુઓની ખેતી શરૂ કરી છે. અને આ બન્ને કીમતી વસ્તુઓની ખેતી કરી અને ભવિષ્યમાં પુષ્કળ ઉત્પાદન મેળવશે અને લાખો રૂપિયાની કમાણી પણ કરશે ત્યારે કોણ છે. આ ધરાસાસ્ત્રી અને શેની કરે છે. ખેતી તે જોઈએ અમારા આ ખાસ અહેવાલમાં હાલ ભારતમાં ઘણા ખરા કીમતી અને ખુબજ ઉપયોગી વસ્તુઓની ખેતી કરવામાં આવી રહી છે. ત્યારે આવી જ એક ખુબ કીમતી અને ખુબ જ ઉપયોગી એવા ચંદનની ખેતી રાજકોટ જીલ્લાના ઉપલેટાના જાણીતા એડવોકેટ જીગ્નેશ ચંદ્રવાડીયા દ્વારા કરવામાં આવી રહી છે. તેમજ આ ચંદનના છોડની સાથે તેમને મિલ્યાડુબીયાની પણ ખેતી કરી રહ્યા છે. અને આ બન્ને વૃક્ષો ખુબ જ કીમતી હોવાનું જણાઈ આવે છે. ત્યારે આ કીમતી વસ્તુઓની ઉપલેટાના ધરાસાશ્ત્રી દ્વારા વાવેતર કરી અને અખાદ મહેનત કરી અને ભવિષ્યમાં સારૂ પરિણામ મેળવશે અને લાખો રૂપિયાની કમાણી પણ કરશે. ધરાસાસ્ત્રી દ્વારા કરવામાં આવી રહેલ ચંદનની ખેતી કેટલી ફાયદાકરણ અને કેટલી ઉપયોગી છે તે સૌ કોઈ જાણે છે. ચંદનને પુરતું પોષણ મળે તે માટે તેમની બાજુમાં કોઈ અન્ય વૃક્ષ હોવું જરૂરી છે તેવું જાણવા મળેલ જેથી તેમને પોતાના ૧૦ વીઘાના ખેતરમાં આ ચંદનની બાજુમાં મિલ્યાડુબીયાનું વાવેતર કરેલ છે અને આ ખેતીમાં કોઈ પણ પ્રકારનો વધારાનો ખર્ચ પણ નથી થતો અને માત્ર પુરતું પાણી અને ઉધઈની દવા નો છંટકાવ કરવો પદેક છે તેવું પણ ધરાસાસ્ત્રી જણાવે છે. આ ચંદન અને મિલ્યાડુબીયાનો ઉછેર તેઓ છેલ્લા ચાર વર્ષ થયા કરે છે અને હજુ તેમને આ મહેનત અંદાજીત ૧૦ થી ૧૨ વર્ષ કરવો પડશે અને ત્યાર બાદ તેમને તેમની આવક શરૂ થશે ત્યારે તેઓ પણ જણાવે છે કે ચંદન વાતાવરણ અને પર્યાવરણ બન્ને માટે ફાયદાકરણ હોઈથી ખેડૂતોએ પોતાના ખેતરની બોર્ડર એટલે કે સેઢે અથવા ખેતરમાં બિન ઉપયોગી જગ્યાઓ પર વાવી અને પુરતો લાભ લેવો જોઈએ અને આર્થીક ફાયદો મેળવવો જોઈએ. રિપોર્ટ બાય :-જયેશ મારડિયા ઉપલેટા.