ભ્રુજ ઇન્દીરાનગરીમાં થયેલ વણશોધાયેલ લુંટના ગુનહાને ગણતરીના દિવસોમાં શોધીકાઢી આરોપીઓને મુદામાલ સાથે પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા ,બોર્ડર રેંજ,ભુજ તથા મયુર પાટીલ ,ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક,પશ્ચિમ કચ્છ,ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલની સુચના મુજબ પો.સ્ટે ખાતે દાખલ થયેલ વણશોધાયેલ ગુન્હાઓ શોધવા માટે જરૂરી સુચના આપેલ. જે અનુસંધાને ભુજ શહેર બી.ડીવીજન પોસ્ટેના પો.ઇન્સ આર.ડી.ગોજીયા નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બીડીવીઝન પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં-૧૫૩૭/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૯૨,૪૪૭,૧૧૪ મુજબનો ગુન્હો તા,૨૧/૦૬/૨૦૨ર૧ ના ક.૧૭:૧૦ વાગ્યે જાહેર થયેલ જેગુના કામેના ફરીયાદી વૃધ્ધ હોઇ અને ઘરમા એકલા હોઇ જેથી આ કામેના આરોપીઓએ ગુનાહીત અપ પ્રવેશ કરી ફરીયાદીએ પહેરેલ સોનાની ચેન જેમા ચોરસ ડિઝાઈન વાળુ પેન્ડલ જે એક તોલાની વજનની કિં રૂ ૨૫,૦૦૦/- તથા કાનમા પહેરેલ રીંગ નંગ-૧ સોનાની આશરે ત્રણગ્રામ વજનવાળી કિં રૂ ૬,૦૦૦/- મળી કુલ્લે રૂપીયા ૩૧,૦૦૦/- ની લુંટ કરી અજાણ્યા આરોપીઓ નાશી ગયેલ હોઈ જેગુનો દાખલ થયેલ હોઇ જે ગુના કામે ભુજ શહેર બીડીવીઝન પો.સ્ટે.તથા એલ.સી.બી.શાખા તથા પેરોલફર્લોસ્કોડ ની અલગ-અલગ ટીમો બનાવી તેમજ હ્યુમન રીસોર્સીસ તેમજ ટેકનીકલ સર્વેલન્સ તથા નેત્રમ કેમેરાનો ઉપયોગ કરી સદરહુ વણશોધાયેલ ગુન્હો ત્વરીતશોધી કાઢવા સારુ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એ.એસ.આઇ પંકજકુમાર.આર.કુશવાહા નાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલકે સદર લુંટના બનાવને ફરીયાદીના કોઇ નજીકના ઓળખીતાએ ટીપ્સ આપી અંજામ આપેલ હોય તેવી બાતમી હકિકત મળતા ફરીયાદીના સંબધીની વારાફરતી યુક્તિ-પ્રયુક્તિથી પુછપરછ દરમ્યાન ફરીયાદિના સંપર્કમાં આવેલા ગુરનામસિંઘ કરમજીતસિંઘ સરદાર તથા કાયદાના સંઘર્ષમા આવેલ એક કિશોરે સદર લુંટના બનાવને અંજામ આપ્યો હોવાની કબુલાત આપતો હોઇ જેથી મજકુર ગુરનામસિંઘ કરમજીતસિંઘ સરદારે લુંટ કરેલ રીંગ નંગ-૧ સોનાની આશરે ત્રણગ્રામ વજનવાળી કિં રૂ ૬,૦૦૦/- વાળી માધાપર ખાતે સોનીને વેંચી દિધેલ હોવાનુ જણાવેલ છે જેથી મજકુરને સાથે રાખી સદર રીંગ નંગ-૧ રીકવરકરવાની બાકી છે અને લુંટ દરમ્યાન થયેલ જપાજપીમા ફરીયાદીના સોનાની ચેન જે ઘરમા જ પડી ગયેલ હોઇ જે બાદમા મળી આવતા આકામેના ફરીયાદીએ રજુ કરેલ હોઇ જેથી લુંટમાં ગયેલ બાકી મુદામાલ રીકવર કરવામા તજવીજ ચાલુ છે તથા મજકુર ઇસમ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની નામદાર કોર્ટની ગાઇડલાઇન મુજબ કોવિડ-૧૯ ટેસ્ટ કરાવતા જે રીપોર્ટ નેગેટિવ આવતા મુખ્ય આરોપીને આજરોજ અટક કરી આકામેની આગળની તપાસ પો.સબ.ઇન્સ.વી.આર.ઉલ્વા નાઓ ચલાવી રહેલ છે.