ભચાઉની એક માતાએ એમ્બ્યુલન્સમાં જોડીયા બાળકને જન્મ આપ્યું

ભચાઉ તાલુકાના ગમડાવ ગામની સીમમાં રહેતા સૂરજ ભાઈ ની પત્ની પૂરી બેનને પ્રસુતિની પીડા ઉપડતા ૧૦૮ને કોલ કર્યો હતો આ કોલ સામખિયાળી જીવીકે ઈએમઆરઆઈની ટીમને મળતા ત્યાંના કર્મચારીઓ ઈ.એમ.ટી.જયરામ સુથાર અને પાયલોટ પ્રવિણ કાપડી તરત જ ૧૦૮ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરી અને નજીક ની હોસ્પિટલ લાકડીયા માં લઇ ગયા હતા ત્યાં ના ડો.તપાસ કરતા જાણવા મલિયું કે જોડિયા બાળકો છે અને પરિસ્થિતિ ગભિર છે એટલે ડો. પુરીબેન ને આગળ ગાંધીધામ જવાનું કહિયું એટલે તત્કાલીન ૧૦૮ ની ટીમ ગાંધીધામ જવા નીકળી ગઈ રસ્તા પુરીબેન ને ડિલિવરી નો ખુબ જ દુઃખવો થવાથી અને પરિસ્થિતિ ક્રીટીકલ માલુમ પડતાં ઈએમટી જયરામભાઇ એ તાત્કાલિક અમદાવાદ ખાતેના ૧૦૮ ના ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરને કોલ કરીને નિષ્ણાતો ની સલાહ લીધી અને સતત નિષ્ણાતો ના સંપર્ક માં રહીને એમ્બ્યુલન્સ માં જ ડીલીવરી કરાવવાનો નિર્ણય લીધો હતો અને ૧૦૮ એમ્બ્યુલન્સ મા જ ઉપ્લબ્ધ ડીલીવરી માટેના સાધનો,કીટ તથા ટેકનિક નો ઉપયોગ કરીને એમ્બ્યુલન્સ માં જ સફળતા પુર્વક જોડીયા બાળકીનો જન્મ કરાવ્યો હતો તથા વધુ સારવારઅર્થે માતા ,બાળકને ગાંધીધામની સરકારી હોસ્પિટલમાં મા ખસેડવામાં આવ્યા હતા. જોડીયા બાળકીનો જન્મ થતાં પરિવારમાં ખુશીની લહેર છવાઈ હતી. તથા પરિવાર જનોએ ૧૦૮ અને કર્મચારીઓ નો આભાર માન્યો હતો. આજે રોજ માતા તથા બાળકને રામબાગ હોસ્પિટલ ડીસ્ચાર્જ આપતા નિ:શુલ્ક સેવા ખિલખિલાટ દ્રારા તેમના ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. રિપોર્ટ બાય : કરણ વાઘેલા.