ભુજમાં એક યુવાન એ નશાની હાલતમાં અગાઉના કોઈ કારણોસર ત્રણ મિત્રો ઉપર છરી વડે જીવલેણ હુમલો કરતાં 3 એ યુવાનને સારવાર માટે જી.કે.જનરલમાં ખસેડવામાં આવ્યા.

Chaku-Attack

copy image

ભુજ તાલુકાના કેમ્પ એરિયામાં પવન ચક્કી સામેના રોડ પર (1) મોહમદ હનીફ ગુલઝાર સુમરા ઉ.વ.23 રહે.જૂના કચ્છમિત્ર પાછળ કેમ્પ એરિયા ભુજ, (2) ભરત પપ્પિભાઈએ સિંધી ઉ.વ.23 રહે.શેરી.ન.1 હાથીસ્થાન સ્કૂલની બાજુમાં ભુજ, (3) ઈશાક જુણેજા ઉ.વ.50 રહે.કેમ્પ એરિયા ભુજ. એમ ઉપરના 3 એ સખ્શો રોડ પર બેઠા હતા. ત્યારે અચાનક હિરેન હરેશ ડાભી ઉર્ફે હનુમાન આવેલ જે નાશની હાલતમાં હતો. અને અગાઉની કોઈ વાતનું મનદુખ રાખીને મોહમદહનીફ તેમજ ભરત પપ્પિભાઈ એમ બની ઉપર છરી વડે હુમલો કર્યું અને ઇશાક જુણેજાએ છોડવવા જતાં તેના ઊપર છરી વડે હુમલો કર્યું જેનામાં મોહમદહનીફ તેમજ ભરત અપ્પિભાઈને પગમાં ગંભીર ઇજાઓ થયેલ તથા ઇશાક જુણેજાને માથાના ભઘે ઇજા થયેલ છે. જેથી તેઓને સારવાર માટે અંતે જી.કે.જનરલ હોસ્પીટલમાં લવેલ છે.જેથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટ બાય : કરણ વાઘેલ.