લોકલ ક્રાઈમ બ્રાન્ચ ભુજ એ રૂ.૩,૨૮,૯૦૦ ના મુદ્દામાલ સાથે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો ‌

પોલીસ મહાનરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલનાઓએ દારૂ તેમજ જુગારની બદી નાબૂદ કરવા સૂચના કરેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એસ.જે.રાણા તથા સબ ઇન્સ્પેકટર એચ.એમ.ગોહિલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના કર્મચારી પ્રયત્નશીલ હતા.એલસીબી સ્ટાફના કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રહે તો ચોક્કસ બાતમી મળેલ કે ચોખા તાલુકા ખાતે રહેતો મનીષ નારાયણ જરૂ‌ તેના સાગરિતો સાથે મળી વાધુરા આ તાલુકા મુન્દ્રા ખાતે રહેતા 95 નારણભાઇ ચાવડા ના પરચા માલિકીની વાદળા ગામની ઉત્તરાદિ સિનેમા સોમેશ્વર મહાદેવ મંદિરની પાછળના ભાગે આવેલ મેરામવાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ છે. અને તે દારૂના જથ્થાને સગેવગે કરવાની પેરવીમાં છે, જે મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી હકીકત મુજબ ની જગ્યાએ રેડ કરતા ભારતીય વિદેશી બનાવટનો દારૂ સાથે ટોટલ રૂપિયા ૩,૨૮,૯૦૦ નો મુદ્દામાલ મળી આવેલ છે.રિપોર્ટ બાય : કિશન મહેશ્વરી.