લીંબડી નગરપાલિકા પાસે અલંગ માં આવેલ પાણીની મેઈન લાઈનમાં ભંગાણ થયું

આ અલગમાં આવેલ પાણીની પાઈપલાઈન લોખંડની અને વર્ષો જૂની હોવાથી અને સડી જવાને કારણે ભંગાણ થવા પામ્યું હતું. ત્યારે હંજારો લીટર પાણીનો વેડફાવ થવા પામ્યો છે. આ બાબતે લગત અધિકારી અને ચેરમેનના જણાવ્યા પ્રમાણે આ ભંગાણ લાઈનનુ રીપેરીંગ તાત્કાલિક અસરથી કરવામાં આવશે અને આવનાર થોડા સમયે આ સડી ગયેલ પાણીની નવી પાઈપલાઈન નાખવામાં આવશે. અને અત્યારે હાલ તાત્કાલિક અસરથી પાણીનો વેડફાવ ન થાય તે માટે રીપેરીંગ કરવામાં આવશે. રિપોર્ટ બાય : મહિપત ભાઈ મેટાલિયા લિંબડી ચુડા.