લીંબડી ખાતે આવેલ જૂના બસ સ્ટેન્ડમાં બનાવેલ કોમ્પ્લેક્સ એટલે અસામાજીક તત્વોનો અડ્ડો, અને આ અડ્ડો નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. નગરપાલિકા દ્વારા ઠેરઠેર ભ્રષ્ટાચાર અને કૌભાંડો આચરવામાં આવતા હોય તેવુ હાલ લીબડીમાં વાયુવેગે પ્રસરી જવા પામ્યો છે. લીબડીના ભાડીયા કુવા સામે જુના બસ સ્ટેન્ડમા કરોડોના ખર્ચે લીંબડી નગરપાલિકા દ્વારા કોમ્પલેસ ઉભા કરવામાં આવ્યા છે. જે હાલ બહુ જ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે. અત્યારે હાલ આ કોમ્પલેક્સમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની જવા પામ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ કોમ્પ્લેક્સમા એન્ટર થતા અને કોમ્પલેક્ષ અંદર ગંદકીનું સામ્રાજ્ય પણ સર્જાવા પામ્યું છે. ત્યારે આ કોમ્પલેક્ષના અંદરના ભાગમાં દારૂની ખાલી બોટલો, દારૂની થેલીઓ તેમજ મહાકાય કચરો જોવા મળી રહ્યો છે ત્યારે લોકોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે લીંબડીની પ્રજાના રૂપિયા કોભાંડીઓએ કોભાંડ કરી આ કોમ્પ્લેક્સ વેખરી નાખ્યા છે. જો હાલ આ બંધ પડેલ ખંડેર હાલતના કોમ્પલેક્ષ કોઈને ભાડા પેટે આપવામાં આવે તો લોકોમાં રોજગારી વધશે. અને નગરપાલિકાને આમદાની થશે તો હાલ લીંબડી આ ખંડેર બનેલ કોમ્પ્લેક્સ શોભાના ગાંઠિયા સમાન ઉભું છે પણ પાલિકા ટસનીમસ થતી નથી.રિપોર્ટ બાય : જયેશ મારડીયા.