અબડાસાના મુખ્ય મથક નલિયામાં જર્જરિત હાલતમાં થઇ ગયેલ વિજપોલ માટે વારંવાર રજુઆત, તેમ છતાં વિજતંત્ર દ્વારા કોઈ દાદ નહિ. અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયાના "તુલસી" મોટાભર વિસ્તારના રહેવાસી રમેશ એમ જોષીએ વિજતંત્રને વારંવાર લેખિત રજુઆત કરેલ છે કે, તેમના વિસ્તારમાં તેમના ઘરની એકદમ નજીક એક વિજપોલ એકદમ જર્જરિત હાલતમાં છે, અને ગમે ત્યારે તૂટીને નીચે પડવાની સ્થિતિમાં છે. જો વિજપોલ નીચે પડશે તો ખૂબ ભારે નુકશાની સર્જવાની સંભાવના છે. જેથી તાત્કાલિક ધોરણે વિજપોલ બદલી કરી આપવા માટે અરજદાર દ્વારા વારંવાર લેખિત રજુઆત કરવામા આવેલ છે. તેમ છતાં પણ પી.જી.વી.સી.એલ નલિયા દ્વારા કોઈ પણ કાર્યવાહી કે દાદ આપવામાં આવતી નથી. જો સમયસર જર્જરિત હાલત વાળું વિજપોલ બદલવામાં નહિ આવે તો ભવિષ્યમાં જે કાંઈ પણ જાનહાનિ અને માલહાનિ થશે તેમની સંપૂર્ણ જવાબદારી નલિયા પી.જી.વી.સી.એલ ના અધિકારીઓની રહેશે, તેવું અરજદારે જણાવેલ છે. રિપોર્ટ બાય : ઇકબાલ રાઠોડ જખૌ.