મોરબીમાં ઘરમાથી ૨.૧૩ લાખની ચોરી
મોરબીના લાલપર ગામમાં રહેતા મૂળ મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાનાં ઘનશ્યામસિંહ કાનાજી અને તેમના પરિવારના સભ્યો રાતે અગાસી પર સુવા ગયા હતા.તે દરમિયાન ઘરના તાળાં તોડી તસ્કરો તિજોરીમાંથી ૧.૩૦ લાખ રૂ. અને સોના ચાંદીના દાગીના સહિત રૂ.૨.૩૦ લાખના મુદ્દામાલની ચોરી કરી ગયા હતા.
સવારે ઘનશ્યામભાઈએ અસ્ત-વ્યસ્ત ઘર જોઈ ઘરમાં ચોરી થયાની ખબર પડતાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.