મંડપ ખોલતા વીજ કરંટ લાગવાથી ૫ મજૂરોના મોત
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાનાં ભાયાવદર ગામે મકનબાપાના મંદિરે શિવપુરાણનું આયોજન કરવામાં આવ્યું હતું.કથા પૂર્ણ થતાં મજૂરો એક લોખંડના ટેબલ પર ચડીને મંડપ ખોલી રહ્યા હતા. તે લોખંડ નું ટેબલ ત્યાથી પસાર થઈ રહેલા ૧૧ કેવીના વાયરને અડી જતાં ૫ જેટલા મજૂરોને કરંટ લાગ્યો હતો. હેવી લાઇન હોવાથી ગંભીર રીતે કરંટ લાગતા ૫ મજૂરોનના ત્યાજ મોત થયા હતા. અને એક મજૂરને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. જ્યાં હજુ તેની સ્થિતિ નાજુક હોઈ જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.