નીલમબાગ પો.સ્ટે.ના છેતરપિંડીનાં રીઢા ગુન્હેગાર ને મુદામાલ સાથે તથા રાજકોટ શહેર ના છેલ્લાં છ વર્ષથી નાસ્તા ફરતા એક આરોપીને ઝડપી લેતી નિલમબાગ પોલીસ ભાવનગર

ભાવનગર રેન્જ, ભાવનગરના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ તથા  જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તથા  મદદનીશ પોલીસ અધિક્ષક સફિન હસનનાઓએ નિલમબાગ પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. વી.એ.દેસાઈનાઓને પો.સ્ટે. વિસ્તારો માં પેટ્રોલીંગ કરી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા કડક સુચનાઓ આપેલ હતી. જે અંગે ભાવનગર નિલમબાગ પો.સ્ટેના પોલીસ ઇન્સ. વી.એ.દેસાઈ ડી-સ્ટાફનાં માણસો સાથે ઉપ્રોક્ત સુચના અનુસંધાને પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.કોન્સ માનદીપસિંહ ઉપેન્દ્રસિંહ તથા પો.કોન્સ અર્જુનસિંહ ગોગુભા ગોહિલ તથા પો.કોન્સ બળદેવભાઇ રતનસંગભાઇ નાઓને સંયુક્ત બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર નીલમબાગ પો.સ્ટે. ફ.ગુ.ર.નં. ૭૩૨/૨૦૨૧ ઇ.પી.કોં.કલમ ૪૦૬,૪૨૦. મુજબના ગુન્હાનો નાસ્તો ફરતો આરોપી પ્રવિણભાઈ ઉર્ફે જટક ઉર્ફે ભરત ભીમજીભાઇ ખંભાળિયા/પટેલ રહે લાઠીદળ ગામ તા. જી.બોટાદવાળો ભાવનગર એસ.ટી.બસસ્ટેન્ડ પાસે ઉપરોક્ત ગુન્હાનું મો.સા.સાથે ઉભો છે. જેથી સ્ટાફનાં માણસો સાથે આ ચોક્કસ બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે પ્રમાણે આરોપી તથા મુદ્દામાલ મળી આવેલ છે.

રિપોર્ટ બાય : એજાજ શેખ ભાવનગર