બરવાળા ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે પ્રવેશસત્ર-૨૦૨૧ માં હેલ્થ સેક્ટરનો હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર(HSI)નો કોર્ષ શરૂ થશે
બરવાળા ઔધોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની એક અખબારીયાદીમાં જણાવ્યા મુજબ પ્રવેશસત્ર-૨૦૨૧ માં હેલ્થ સેક્ટરનો હેલ્થ સેનેટરી ઈન્સ્પેક્ટર(HSI)નો કોર્ષ શરૂ થશે જે ખુબ જ રોજગારલક્ષી છે. આ કોર્ષ પૂર્ણ કર્યે હેલ્થ સેક્ટરમાં રોજગારીની ખૂબ ઉજ્જવળ તકો રહેલ છે જે અન્વયે ઓનલાઇન પ્રવેશની કામગીરી તા:૦૩-૦૭-૨૦૨૧ થી શરૂ થયેલ છે. પ્રવેશ ફોર્મ ઓનલાઇન ભરવાની છેલ્લી તારીખ:૨૦-૦૭-૨૦૨૧ છે. સંસ્થા ખાતે રજીસ્ટર્ડ કરવાની છેલ્લી તારીખ:૨૧/૦૭/૨૦૨૧ સમય સાંજે ૦૫:૦૦ કલાક સુધી છે.સંસ્થાનો એડમીશન હેલ્પલાઇન નબર: ૮૫૧૧૨૧૬૭૧૧,૯૬૨૪૫૯૫૩૮૩ છે.
રિપોર્ટ બાય:લાલજી બોટાદ