બગોદરા ગામે ડીગ્રી વગર દવાખાનુંચલાવતા બોગસ ડોક્ટર ઝડપાયો


અમદાવાદ પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ડિગ્રી વગર બોગસ તબીબો સામે કાયદેસરની કાર્યવાહી કરવા એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન.પટેલ આપેલી જરૂરી સુચના અને માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી શાખાના પોલીસ કોન્સ્ટેબલ સહદેવસિંહ રામસિંહ વાળા બાતમી હકીકત મળેલ જે ચોક્કસ આધાર પુરાવા માહિતી બગોદરા ગામ દુકાન ભાડે થી રાખી ઓમ ક્લિનિક નામના ગેરકાયદેસર રીતે દવાખાનું રાખી ડોક્ટર તરીકે એલોપેથી માન્યતાપ્રાપ્ત ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરી ગેરકાયદેસર રમેશ ગીરી કેસર ગીરી ગોસ્વામી રહે બગોદરા બજાર ફળીયુ શંકર ભગવાનના મંદિર પાસે બગોદરા તાલુકો બાવળા જીલ્લો અમદાવાદ જુદી-જુદી કંપનીની એલોપેથીક દવાઓ તથા મેડિકલ સાધનો કુલ મળી રૂ.૨૯,૭૯૭ ના મુદ્દામાલ સાથે પકડી ઈસમ વિરુદ્ધ બગોદરા પોલીસને વધુ તપાસ સોંપી.
રિપોર્ટ બાય : ગોહેલ સોહિલ કુમાર