એસ.સી.એસ.ટી ઓબીસી સમાજના લોકો દ્વારા આજરોજ ભુજપર ગ્રંપંચાયત સામે ધારણા યોજવામાવી હતી
એસ.સી.એસ.ટી ઓબીસી સમાજના લોકો આજરોજ ભૂજપર પંચાયત સામે ધારણા યોજી હતી અને આ ધારણા યોજવાનો કારણ એ હતો કે એસ.સી.એસ.ટી ઓબીસી સમાજની નમ્ર અરજ હતી કે ભારતના બંધારણ ના ઘડવૈયા અને ભારત રત્ન એવા બાબા સાહેબ આંબેડકર કે જેમને ભારાતમાટે અને એસ.સી.એસ.ટી ઓબીસી અને ખાસ મહિલાઓ માટે પોતાનું જીવન અર્પણ કરી દીધું જેમાં રચાયેલા સંવિધાન ના કારણે આજેપણ પછાત જાતિના લોકો ભારતમાં સમાનતાના ધોરણે રહી શકે છે આજે મહિલાઓ પણ પગભર થઈ ને પોતાનું તેમજ પોતાના પરિવારનું ભારણ પોષણ કરી પ્રગતિ કરે છે તેમજ આપણો દેશ પણ આ બંધારણ ને અનુસરી પ્રગતિ કરીરહ્યો છે એવા મહાન વિશ્વ વિભૂતિ ડો. બાબા સાહેબ આંબેડકર ની શ્રી એ.જે હાઈસ્કૂલ ની સામે બનતા બગીચા માં તેમની પ્રતિમાને રાખવા માટે એસ.સી.એસ.ટી ઓબીસી સમાજના લોકો દ્વારા માગણી કરેલ હતી અને આ માંગણી તા 26/02/2018 ના રોજ સરપંચ શ્રી તથા તલાટિ શ્રી ને લેખિતમાં અરજી કરેલ હતી જેની 14 એપ્રિલ 2018 ના રોજ ભુજપુર ગ્રામ પંચાયતે જાહેરમાં બાબા સાહેબ ની પ્રતિમાં રાખવામાટે મૌખિક રીતે મંજૂરી આપી હતી અને એપ્રિલ મહિના અંત સુધી માં ગ્રામ પંચાયાતે લેખિતમાં મંજૂરી આપવાનો વાયદો કરેલ હતો જેનો આજદિન સુધી અમલ કરેલ નથી અને જ્યારે એસ.સી.એસ.ટી ઓબીસી સમાજ ના લોકોએ ગ્રામ પંચાયત ની મુલાકાત લે છે ત્યારે તેમના તરફથી યોગ્ય પ્રત્યાર આપવામાં આવતો નથી અને ત્યારે આજે એસ.સી.એસ.ટી ઓબીસી સમાજના લોકો દ્વારા આજે ભુજપુર ગ્રંપંચાયત સામે ધારણા યોજી હતી અને આજે સવારે 9 વાગ્યાથી આ ધરણા યોજવામાં આવી છે પરંતુ હજી સુધી ગ્રામપંચાયત ના અધિકારીઓએ આ લોકોની પૂછતાછ કરવા નથી આવ્યા ત્યારે એસ.સી.એસ.ટી ઓબીસી સમાજ દ્વારા ચીમકી આપવા માં આવી છે કે જો આજે બપોરના 3 વાગ્યા સુધીમાં જો કોઈ જવાબ ગ્રામ પંચાયત દ્વારા આપવામાં નહીં આવે તો ભુજપુર હાઇવે ચક્કા જામ કરવામા આવશે
પંચાયત દ્વારા આશ્વાસન આપવા મા આવ્યુછે તારીખ 6:6:2018 ના રોજ ગ્રામ સભા યોજી વિચારણા કરી ને પ્રતિમા સ્થાપિત કરવા માટે નો ઠરાવ કરવા મા આવશે તેથી દલિત સમાજે ધરણા મોકુફ રાખ્યા હતા અને ચક્કા જામ નો નિર્ણય પણ પાછો ખેચ્યો હતો