હાંસોટમાં ભત્રીજીના લગ્નમાં કાકાએ કેરોસીન છાંટી કર્યો આપઘાતનો પ્રયાસ
હાંસોટના ઘમરાડ ગામે આવેલ ભાઈની દીકરીના લગ્નમાં બધા સગા-વ્હાલા વ્યસ્ત હતા. ત્યારે ૬૫વર્ષના કાકા છના ગોમાન રાઠોડને કોઈ વાતે ખોટું લાગતાં ગુસ્સામાં તેઓ પોતાને ઘરે જઇ, પોતાના શરીરે કેરોસીન છાંટી પત્નીની સામે જ દિવાસળી ચાંપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પત્ની કાઇ સમજે તે પહેલાજ પતિ સળગી ઉઠતાં તેણે બૂમાબૂમ કરી હતી. જે સાંભડી લગ્નમાં આવેલ સગાઑ છના ગોમાન રાઠોડના ઘર તરફ દોડી આવ્યા હતા. સગાઓને પોતા તરફ આવતા જોઈ છનાભાઈ ઘરની બહાર મંડપ તરફ ભાગ્યાં હતા. સગઓ તેની પાસે જઇ આગ ઓલાવી હતી પરંતુ છનાભાઈ આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા સગાઓએ તાત્કાલિક છનાભાઈને સારવાર માટે પ્રથમ હાંસોટ ખાતેની કાકબા હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ત્યાં કોઈ તબીબ ના હોતા છનાભાઈને ભરુચ સિવિલ હોસ્પિટલ દાખલ કરાયા હતા. છનાભાઈની હાલત હજુ નાજુક છે.
આ ઘટના જાણ હાંસોટ પોલીસને કરાતા પોલીસે છનાભાઇનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.