ભુજમાં પેટ્રોલપંપના માલિકના ઘરમાં થઈ ૬.૮૦ લાખની ચોરી.
ભુજમાં સ્ટેશન રોડ આવેલા જોશી પેટ્રોલપંપ વાળા યોગેશભાઈ નવીનચંદ્ર જોશીના બાંગલામા તસ્કરો રાત્રે બાર વાગ્યાથી પોણા છ વાગ્યા દરમિયાન પાછળના ભાગેથી ઘરમાં આવી બેઠકરૂમ માથી બેડરૂમમાં આવી લાકડાના કબાટનું લોક તોડી તેમાંથી રૂ.૬.૫૫ લાખના દાગીના અને રૂ.૨૫ હજાર રોકડા મળી કુલ રૂ.૬.૮૦ લાખના માલમુદ્દાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તસ્કરો ઘરમાં ઘુસ્યા ત્યારે પરિવારના સભ્યો ઉપરના માળે ઊંઘી રહ્યા હતા. પોલીસને જાણ કરાતા એ.ડિવિઝન પોલીસ ત્યાં પહોંચી તપાસ કરી રહી છે.
આ બાંગલામાં સુરક્ષા માટે CCTV કેમેરા લાગેલા છે. પણ ચોરીના સમયે કેમેરા બંદ હતા અથવા બંદ રખાયા હતા. જેથી પોલીસ માટે તસ્કરો સુધી પહોંચવાનો માર્ગ થોડો મુશ્કેલ બન્યો છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.