પુર્વ- કચ્છ, ગાંધીધામ જિલ્લામાં કોરોના વાયરસનાં સંક્રમણના કારણે મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીને રૂ.૨૫,૦૦,૦૦૦/- સહાય ચુકવણી કરતી જિલ્લા પોલીસ

ગુજરાત સરકાર ગૃહ વિભાગ સચિવાલય ગાંઘીનગરનાં ઠરાવની જોગવાઇ મુજબ પોલીસ દળ,હોમગાર્ડ,સીવીલ ડીફેન્સ, તથા જેલતંત્રના અધિકારી/કર્મચારીઓ રાજયમાં નોવેલ કોરોના વાયરસ (કોવિડ-19)ના સંક્રમણના કારણે ઉત્પન્ન થયેલ સંજોગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમ્યાન સંક્રમીત થયેલ કર્મચારી/અધિકારીના દુ:ખદ અવસાનનાં કિસ્સામાં તેઓના આશ્રિત કુંટુંબને રૂ. ર૫,૦૦,૦૦૦/-(પચ્ચીસ લાખ) ની સહાય આપવાની જે જોગવાઇ થયેલ છે તે મુજબ અત્રેના પુર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં એમ.ટી. વિભાગમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા એ.એસ.આઇ. જસવંતગર ચતુરગર ગુસાઇ નાઓનો કોરોના વાયરસ સંક્રમણના કારણે તા.૧૨/૦૪/ર૦૨૧ના રોજ દુ:ખદ અવસાન થતા ગૃહ વિભાગના ઠરાવ મુજબ આશ્રિત કુટુંબને સહાયની રકમ ચુકવવા માટે પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામ તરફથી તાત્કાલીક દરખાસ્ત કરવામાં આવેલ. જે ઉપરથી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગાંધીનગર તરફથી સહાય મંજુર કરવા હુકમ થતા આજરોજ તા.૦૭/૦૭/૨૦૨૧ ના રોજ એ.એસ.આઇ. સ્વ.જસવંતગર ચતુસ્ગર ગુસાઇના ધર્મપત્નિ જયશ્રીબેન જસવંતગર ગુસાઇને પોલીસ અધિક્ષક મયુર પાટીલનાઓએ સન્માનપુર્વક રૂ. ૨૫,૦૦,૦૦૦/- નો ચેક સુપ્રત કરી સહાય ચુકવવામાં આવેલ છે.