બોટાદ જિલ્લામાં મુખ્ય મંત્રી અમૃતમ મા યોજના, મા વાત્સલ્ય યોજના અને આયુષ્માન ભારત યોજનાના કાર્ડ માટેની કામગીરી કરી આપવામાં આવશે

બોટાદ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ મુખ્ય મંત્રી અમૃતમ મા યોજના, મા વાત્સલ્ય યોજના અને આયુષ્માન ભારત યોજનાના કાર્ડ અંગે નવા કાર્ડ કાઢવા તેમજ કાર્ડ રીન્યુઅલ કરવાની કામગીરી બોટાદ જિલ્લામાં હવેથી બોટાદ જિલ્લાનાં તમામ સરકારી દવાખાનાઓમાં જેવા કે, સોનાવાલા હોસ્પિટલ – બોટાદ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, લાઠીદડ, પાળીયાદ, ગઢડા, બરવાળા, રાણપુર તેમજ જિલ્લાનાં તમામ પ્રાથમિક/શહેરી આરોગ્ય કેન્દ્ર તથા ગઢડા અને બોટાદ શહેરીવિસ્તારનાં શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી કરી આપવામાં આવશે. જેની તમામ જાહેર જનતા/લાભાર્થીઓએ નોંધ લેવા વધુમાં જણાવાયું છે.

લાલજી બોટાદ