બોટાદ શહેર ખાતે યોજાનાર ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રા અનુસંધાને પોલીસ દ્રારા ફ્લેગ માર્ચ તથા ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યુ

ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન મુજબ બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્રારા આગામી તા.૧૨/૦૭/૨૦૨૧ ના રોજ બોટાદ શહેરમાં ભગવાન શ્રી જગન્નાથજી મહારાજની રથયાત્રા નીકળનાર હોય જે અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને શાંતીપુર્ણ વાતાવરણમાં રથયાત્રા નીકળે તે સારૂ આજરોજ બોટાદ ખાતે પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ નકુમ સાહેબ ની સૂચના તથા એસ.ઓ.જી. પોલીસ ઈન્સપેક્ટર શ્રી એચ.આર.ગોસ્વામી સાહેબ ના માર્ગદર્શન હેઠળ બોટાદ પોલીસ સ્ટેશનના PSI શ્રી આર.કે.પ્રજાપતિ તથા PSI એચ.એલ.જોષી તથા PSI એ જે પંડ્યા તથા પોલીસ સ્ટાફ દ્રારા બોટાદ શહેરમાં ગીર નારી આશ્રમ થી નીકળનાર અને મંગળીયા હનુમાન સુધી ના રૂટ ઉપર ફ્લેગ માર્ચ યોજી ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ.
બોટાદ શહેર રથયાત્રા સમિતિ દ્રારા હાલમાં કોરોના વાયરસની મહામારી સંદર્ભે ભગવાન જગન્નાથજીના લોકોને રૂબરૂ દર્શન બંધ રાખવામાં આવેલ છે અને ઘરે બેઠા જ સોશ્યલ મિડીયા તથા લાઈવ પ્રસારણ, યુ ટ્યુબ મારફત લાઈવ દર્શનનો લહાવો લેવા અપિલ કરવામાં આવે છે.
નગરચર્યા દરમ્યાન પ્રસાદ વિતરણ બંધ રાખવામાં આવેલ છે. તેમજ લોકોને ભગવાન જગન્નાથજીની રથયાત્રાના રૂટમાં એકત્ર નહી થવા અપિલ કરવામાં આવે છે અને લોકોને માસ્ક પહેરવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવા તથા સોશ્યલ ડીસ્ટન્સનુ પાલન કરવા અને કોવિડ-૧૯ ની ગાઈડ લાઈનનુ સુસ્ત પાલન કરવા અપિલ કરવામાં આવે છે અન્યથા પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. જેની સૌએ નોંધ લેવી.