મહિલની જાહેરમાં ઇજ્જત લૂટનાર ૧૯ પૈકી ૧૪ લોકો જેલના સળિયા પાછળ

ગુજરાતના રાજ્યકક્ષાના મંત્રી ના મતવિસ્તાર એવા ધાનપુર તાલુકાના ખજુરી ગામે બનેલા સરકારની મહિલા સશક્તિકરણ ની મોટી મોટી વાતો ના લી રે લીરા ઉડાડતા તેમજ માનવતાને શર્મસાર કરતા બનાવમાં ૧૯ જેટલા ઈસમોએ 23 વર્ષીય પરિણીત મહિલા તથા તેના પ્રેમીનુ અપહરણ કરી લાવી બંનેને માર મારી મહિલાને જાહેરમાં નિર્વસ્ત્ર કરી અમાનુષી અત્યાચાર ગુજારી આ ઘટનાનો મોબાઈલમાં વિડીયો બનાવી તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સમગ્ર દાહોદ જિલ્લામાં ભારે ચકચાર મચી જવા પામી છે. ત્યારે ગરબાડા ના મહિલા ધારાસભ્ય એ એક ટીવી ચેનલના ઇન્ટરવ્યુમાં મંત્રી બચુભાઇ ખાબડ ના મતવિસ્તારમાં બનેલી આ ઘટનાના પગલે બચુભાઈ ના રાજીનામાની માગણી કરી આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી ત્યારે પોલીસ પણ આ ઘટનામાં કાંઈ કાચું કપાય જાય તેમ ફૂંકી ફૂંકીને પગલા ભરી રહી છે અને અત્યાર સુધીમાં 19 માંથી ૧૪ આરોપીઓ નીધરપકડ કરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યાનું જાણવા મળ્યું છે. માનવતાને શર્મસાર કરતી ખજુરી ગામે બનેલી આ ઘટના મુજબ ખાનપુર તાલુકાના ખજુરી ગામ ના મછાર નીચવાસ ફળિયાની 23 વર્ષીય પરણિત યુવતી ધાનપુર તાલુકાના વાકોટા ગામના તેના પ્રેમી કમજી ભાઈ સાથે ભાગી ગઈ હતી અને ત્યારબાદ બન્ને પ્રેમી-પંખીડા સૌરાષ્ટ્રના એક ગામમાં જઈ મજુરી કામે લાગી ગયા હતા આ ઘટનાની અદાવતમાં અને મહિલા તથા તેના પ્રેમીને સમાજ રહે નિકાલ લાવવા તે યુવતીના પતિ દિનેશ કાનીયા ભાઈ મછાર તથા તેમના કુટુંબના પપ્પુ કાનીયા ભાઈ ભરત સવલા ભાઈ રાકેશ સવલા ભાઈ નવલસિંગ કસના ભાઇ રમેશ સનીયા ભાઈ મેહુલ સબુરભાઇ સબીયા ભાઈ દહરિયા ભાઈ સંજય દિત્યા ભાઈ મડિયા દીતીયા ભાઈ નવરિયા કસનાભાઈ લક્ષ્મણભાઈ સળિયા ભાઈ વિના બદિયા ભાઈ તેમજ પાંગળા ભાઈ બદિયા ભાઈ વગેરે મળી ૧૯ જેટલા ઈસમોએ ભેગા મળી પોતાનો ઈરાદો પાર પાડવા બંને પ્રેમી પંખીડાને સૌરાષ્ટ્રથી ખજુરી ગામે લાવ્યા હતા અને સૌ ભેગા મળી તે પરિણીત મહિલા ને સટકા મૂકી કરી ગડદા પાટું તેમજ લાકડીના ફટકા નો માર મારી તે મહિલાની છેડછાડ કરતા જઈ મહિલાએ પહેરેલ કપડા ખેચતાણ કરી જાહેરમાં તે મહિલા ને નિર્વસ્ત્ર કરી મારી નાંખવાની ધાકધમકી આપી અમાનુષી ત્રાસ ગુજારી આ માનવતાને શર્મસાર કરતી સમગ્ર ઘટનાનો મોબાઈલ માં વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કર્યો હતો આ શર્મસાર ઘટનાની પીડિત મહિલાએ ધાનપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા ધાનપુર પોલીસ ખજુરી ગામના ઉપરોક્ત ૧૯ જેટલા આરોપીઓ વિરુદ્ધ રાયોટીંગ મહિલા પર અત્યાચાર તથા it એક્ટરનો ગુનો નોંધી પોલીસે ગણતરીના કલાકોમાં જ કોમ્બીંગ હાથ ધરી 19 માંથી ૧૪ જેટલા આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ મોકલી આપી બાકીના પાંચને ઝડપી પાડવાના પ્રયાસ જારી રાખ્યા છે માનવતાને શર્મસાર કરતી તેમ જ મહિલા સશક્તિકરણની સરકારની મોટી મોટી વાતોના લીરેલીરા ઉડાડતી આ ઘટનાના મામલે ગરબાડા નામહિલા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા એ એક ટીવી ચેનલના ઇન્ટરવ્યૂમાં રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ ના મત વિસ્તારમાં આ માનવતાની શર્મસાર કરતી ઘટના બની છે તેને સખ્ત શબ્દોમાં વખોડું છું તેમ જણાવી મંત્રી બચુભાઇ ખાબડના રાજીનામાની માગણી કરી આ ઘટનાના આરોપીઓને સપ્ત સજા કરવાની માંગણી કરી છે તેમજ આગામી દિવસોમાં રેલી કાઢી આ મામલે જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપનાર હોવાનું જણાવ્યું છે જણાવ્યું હતું. રિપોર્ટ બાય: અનવર ખાન પઠાણ-દાહોદ