દેવગઢ બારિયા તાલુકાના અસાયડી ગામે અન્નપૂર્ણા હોટલ પાસે વિદેશી દારૂ ભરેલ ટ્રક પકડી પડાઈ
પ્રોહી અંગેની મળેલ બાતમીના આધારે દાહોદ એલસીબી પોલીસે વહેલી પરોઢે દેવગઢ બારિયા તાલુકાના અસાયડી ગામે અન્નપૂર્ણા હોટલ પાસે વોચ ગોઠવી મહારાષ્ટ્ર પાસિંગની વિદેશી દારૂ ભરેલ બાતમી માં દર્શાવેલ ટ્રક પકડી પાડી ટ્રકમાંથી મગફળીના ફોતરા ભરેલ તેલાવ ની પાછળ સંતાડી રાખેલ રૂપિયા ૧૧.૨૯ લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂ બે મોબાઇલ ફોન તથા રૂપિયા પાંચ લાખની કિંમતની ટ્રક મળી રૂપિયા 16,39,200/- ના મુદ્દામાલ સાથે ટ્રકના ડ્રાઇવર તથા ક્લીનર ની અટક કરતા સદાય ઊંઘતી રહેતી દેવગઢ બારીયા પોલીસ આજે ફરીવાર ઊંઘતી ઝડપાઈ હતી સ્થાનિક પોલીસ ઉપર કોઈક કારણસર ભરોસો ન હોવાને કારણે દાહોદ બાજુથી મહારાષ્ટ્ર પાસિંગની એમ.એચ 12 એલટી 48 52 નંબરની ટ્રકમાં વિદેશી દારૂનો જંગી જથ્થો મહારાષ્ટ્ર તરફ જનાર હોવાની ગુપ્ત બાતમી બાતમીદારો એ સ્થાનિક પોલીસને આપવાનું ટાળી દાહોદ એલસીબી પોલીસને આપતા દાહોદ એલસીબી પોલીસ સાબદી બની હતી અને એલસીબી પીએસઆઇ પી એમ મકવાણા તથા તેમના એલસીબી સ્ટાફના જવાનોની ટીમ એ ગત રાતથી દેવગઢ બારિયા તાલુકાના અસાયડી ગામે અન્નપૂર્ણા હોટલ પાસે જરૂરી વોચ ગોઠવી પોતાના શિકાર ની રા હ જોઈ રહી હતી તે દરમિયાન વહેલી પરોઢે સાડા પાંચ વાગ્યાના સુમારે બાતમી માં દર્શાવેલ મહારાષ્ટ્ર પાસિંગની ટ્રક હોટેલ પાસે આવતા જ વોચ માં ઉભેલ એલસીબી પોલીસે ટ્રક અને ઘેરી લઇ ટ્રક પરની તાડપત્રી હટાવતા જ દારૂનો જંગી જથ્થો નજરે પડતાં પોલીસ ચોંકી ઉઠી હતી અને ટ્રકના ડ્રાઇવર મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના પારનેર ગામના રમેશભાઈ દાદભાઈ સકર તથા ક્લીનર સચિન બાલુભાઇ ની અટક કરી ટ્રકમાં ભરેલ માલની બિલ્ટી માગી તેમજ સદર દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને ત્યાં પહોંચાડવાનો છે તે બાબતે પોલીસે પૂછપરછ કરી હતી પરંતુ ડ્રાઇવર તથા ક્લીનર આ પ્રશ્નોના જવાબ આપવામાં ગલ્લા તલ્લા કરતા પોલીસે ટ્રકમાં મુકેલ મગફળી ના છોતરા ભરેલ ગુણો ની પાછળ સંતાડી રાખેલ રૂપિયા11,29,200/- ની કુલ કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ ૪૫ ૧૬૮ ભરેલ પેટીઓ નંગ ૯૪૧ ઝડપી પાડી ડ્રાઇવર તથા ક્લીનર પાસેથી રૂપિયા 10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન ઝડપી પાડી તથા સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા પાંચ લાખની કિંમતની મહારાષ્ટ્ર પાસિંગની ટ્રસ્ટ મળી રૂપિયા 16 લાખ ઓગણચાલીસ હજાર 200 નો મુદ્દામાલ કબજે લઇ પકડાયેલા ડ્રાઇવર તથા કલીનરને રૂપિયા 16 39 200 નો મુદ્દામાલ દેવગઢબારિયા પોલીસને સુપરત કરી આ સંબંધે દાહોદ એલ.સી.બી પી.એસ.આઇ પીએમ મકવાણાએ ફરિયાદ નોંધાવતા દેવગઢબારિયા પોલીસે આ સંદર્ભે પ્રોહીબીશન નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે