ગણતરીના દિવસોમાં ખુનના મુખ્ય આરોપી સહિત બીજા ૪ આરોપીઓને શોધી કાઢતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ પુર્વ કચ્છ, ગાંધીધામ તરફથી સુચના મળતા તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલાઓ તરફથી ભચાઉ પોલીસ સ્ટેશનને નોંધાયેલ ગુ.ર.નં. ૦૨૧૪/૨ર૦૨૧ ઈ.પી.કો કલમ ૩૦૨, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૩૨૩, ૩૨૪, ૩રપ, ૪૨૭ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મૂજબનો ગુનો કરમરીયા ગામ તા.ભચાઉ ખાતે બનતા આરોપીઓને સત્વરે પકડવા માર્ગદર્શન મળતા પોલીસ ઈન્સ્પેક્ટર જી.એલ.ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ બાબતે હ્યુમન રિસોર્સ તથા ટેક્નીકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ગત નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન કલાક ૨૩/૧૦ વાગ્યે મૂખ્ય આરોપી તથા એક સહ આરોપી કોર્ટ રોડ ભચાઉ બાયપાસ રોડ પરથી તેમજ આજરોજ તપાસ ટીમ દ્વારા કલાક ૧૫/૧૫ વાગ્યે કરમરીયા ગામના સીમ વિસ્તાર રોડ પર નાકાબંધી કરી ૦૩ સહ આરોપીઓ રાઉન્ડઅપ કરી કોરોના ગાઈડ લાઈનની અમલવારી કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.