અબડાસા તાલુકાના જખૌ ગામના સરપંચ ને જ્યારે પદ ભ્રષ્ટ કરવામાં આવ્યો ત્યારે સરપંચ નું પદ ઉપ-સરપંચ રોમાબાઈ સીધીક ગજણને આપવામાં આવેલું. રોમાબાઈએ જ્યારે પદ સંભાળ્યું ત્યારે તેમની સામે ઘણા બધા પડકારો હતા. વિકાસ કામો જેવા કે સી.સી રોડ, પાણીનું પ્રશ્ન, લાઈટનું પ્રશ્ન, આરોગ્યનું પ્રશ્ન, કોવિડ-૧૯ ની જવાબદારી, રોડ પર આડેધડ ઉભેલી ઝાડીઓ, ગામની અંદર અઢળક પ્રમાણમાં આવેલ કચરાના વર્ષો જુના ઢગલાઓ, રસ્તાઓ સાફ સફાઈ કરાવવા, નવા કુવાઓનું ખોધકામ, જુના કુવાઓની સાફ-સફાઈ, તળાવોની સાફ-સફાઈ અને રીપેરીંગ કામ વગેરે જેવા અઢળક કામો અધૂરા પડ્યા હતા. જે ટૂંકા સમયગાળા માં કરવું ખૂબ જ મુશ્કેલ હતું.
પરંતુ સરપંચ અને તેમના પતિ સીધીક ભાઈ ગજણ દ્વારા રાત-દિવસ એક કરીને વિકાસ કામો કરવા માટેની ઝુંબેશ ઉપાડવામાં આવી. જ્યારે સરપંચનું પદ તેઓને આપવામાં આવ્યું. ત્યારે ગામમા વાતાવરણ એકદમ અલગ હતું, ગ્રામજનોમાં ચર્ચા ખૂબ જોર-શોરમાં હતી કે એક અભણ સરપંચ શુ ગામનું વિકાસ કરશે, પરંતુ રોમાબાઈ સીધીક અને સીધીક ભાઈએ ગામના વિકાસ માટે રાત દિવસ એક કરીને સાબિત કરી બતાવ્યું કે જો ખરેખર ગામનું વિકાસ કરવું હોય તો કોઈ પણ અનુભવ ની જરૂર પડતી નથી, વિકાસ કરવાની જિજ્ઞાસા અને જીદ જો તમારા માં હોય તો દુનિયાનું કોઈ પણ કામ કરવું અશક્ય નથી. તેઓએ ક્યારે પણ હાર માની નહિ. ગામનું કોઈ પણ વ્યક્તિ અડધી રાત્રે ફોન કરે તેઓ જવાબ આપે અને તેમની પાસે તરત દોડી જાય. તેઓએ ખૂબ જ ટૂંકા સમયગાળામાં ગામમા ખૂબ જ વિકાસ કરેલ છે, તેઓએ નવા સીસી રોડ બનાવેલ, પાણી નું પ્રશ્ન હલ કરેલ, લાઈટનું પ્રશ્ન હલ કરેલ, આરોગ્ય ક્ષેત્રે પણ આરોગ્ય કર્મીઓને પંચાયત દ્વારા તમામ સાથ-સહકાર અપાવ્યું, , કોવિડ-૧૯ ની જવાબદારીઓ પંચાયત તરફથી નિભાવેલ અને ગ્રામજનોને જાગૃત કરેલ, રોડ પર આડેધડ ઉભેલી ઝાડીઓને દૂર કરેલ, ગામની અંદર અઢળક પ્રમાણ માં આવેલ કચરા ના વર્ષો જુના ઢગલાઓ ટ્રેકટરના માધ્યમથી ઉઠાવી ને તેમનું નિકાલ કરેલ, રસ્તાઓ સાફ સફાઈ કરાવેલ, નવા કુવાઓનું ખોધકામ કરી આપેલ, જુના કુવાઓની સાફ-સફાઈ કરી આપેલ, તળાવોની સાફ-સફાઈ અને રીપેરીંગ કામ વગેરે જેવા વિકાસ કામો કરેલ. તેમના દ્વારા કરવામાં આવેલ વિકાસ કામોથી ગ્રામજનોમાં પણ તેઓ પ્રત્યે માન-સન્માન ઉભો થયેલ છે. જખૌ ગામની અંદર એક વાક્ય ચર્ચા નું વિષય બન્યો છે કે "અગાઉ હિજુ સરપંચે કામ કરાવ્યું અને હવે સીધીક ગજણ". રિપોર્ટ બાય : ઇકબાલ રાઠોડ જખૌ.