ઉપલેટા બ્રહ્મકર્મ મંચ અને બ્રહ્મસેના દ્વારા ગોપાલ ઈટાલીયાના હિંદુ વિરોધી ટીપ્પણીઓ બાબતે પાઠવ્યું આવેદન

રાજકોટ ઉપલેટા બ્રહ્મકર્મ મંચ અને બ્રહ્મસેના દ્વારા આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલીયા દ્વારા હાલમાં વારંવાર હિંદુ દેવી-દેવતાઓ, ધર્મનું રક્ષણ કરનારા સંતો અને હિંદુ સંસ્કૃતિના પવિત્ર વેદો તથા શાસ્ત્રોના માધ્યમથી આમ જનતામાં સંસ્કાર અને ચરિત્રનું ચિંતન કરી સમાજને સુસંસ્કૃત બનાવવા ચાવીરૂપ કામ કરતા કથાકારો, સંતો તથા પરમ પૂજ્ય જગતગુરૂ શંકરાચાર્ય વિરૂદ્ધ મનફાવે તેવી ટીપ્પણી આપી હિંદુ સમાજ જ નહી પણ અન્ય સમાજની લાગણીને ઠેસ પહોચાડી હોવાનું જણાવી અને ઉપલેટા મામલતદારને આવેદન પત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો છે.
ગોપાલ ઈટાલીયા માત્ર પોતાના રાજકીય સ્વાર્થ સાધવાનો ઉદેશ હોવાનું પણ આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું છે અને સમાજમાં ધર્મ, જાતી, અને સમુદાયના ભેદ ઉભા કરી સમાજમાં ઘર્ષણ ફેલાવી આગામી ચુંટણીઓમાં માત્ર પોતાની પાર્ટીનો રાજકીય લાભ ખાટવાનો હોવાનું પણ આવેદનમાં જવાયું છે ત્યારે સરકાર દ્વારા તેમને આપેલા આવા મનફાવે તેવા નિવેદનો સામે તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ સાથે ઉપલેટા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. રિપોર્ટ બાય :-જયેશ મારડિયા-ઉપલેટા.