પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં નગરપાલિકાના સત્તાધીશોની વહીવટી અણ આવડતને કારણે પાણીની વિકટ સમસ્યા ઉભી થવા પામી છે. નગરમાં પટણી દરવાજા અંદરના વિસ્તારમાં નગરપાલિકા દ્વારા સપ્તાહમાં માત્ર એક વખત અનિયમિત સમયે પાણી આપવામાં આવે છે જેને લઇને પીવાના પાણીનું એક બેડું ભરવા માટે મહિલાઓને જીવના જોખમે નેશનલ હાઇવે ક્રોસ કરી જવું પડે છે જેને લઇને નગરપાલિકાના શાસકો સામે મહિલાઓએ રોષ ઠાલવ્યો હતો. સરકાર દ્વારા નગરપાલિકાને રોજનું ૪૦ લાખ લીટર પાણી આપવામાં આવે છે જ્યારે નગરપાલિકા પાસે પોતાના પાંચ બોર કાર્યરત હોવા છતાં શહેરીજનોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. નગરપાલિકા દ્વારા શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા ના અભાવને કારણે શહેરીજનો પાણીની સમસ્યા વેઠવી રહ્યા હોવાનું કોંગ્રેસના આગેવાન ઉસ્માનભાઈ વોરા દ્વારા જણાવવામાં આવ્યું હતું. રિપોર્ટ બાય : ભરતભાઈ સથવારા પાટણ