છારી તલનું મેટલ રોડ ચોમાસાની એન્ટ્રીમાં જ ધોવાય, શું તંત્રની બેદરકારી ?

એક મહિના અગાઉ બનેલી રોડ ચોમાસાની એન્ટ્રીમાં જ ધોવાયો,નખત્રાણા તાલુકાના છારીથી તલ બનેલી માર્ગ એક જ મહિનામાં વરસાદના છાંટાથી ભુસાયો આ છારી થી તલ આવેલી મેટલ રોડ નામની છે પણ કામની જરાય નથી. તલ, લૈયારી, છારી, પૈયા, વેડહાર, ફુલાય,ઝાલુ ગામ ની રોડ છે આ નખત્રાણા તાલુકાના છારી ગામથી પસાર થયેલી મેટલ રોડ જે તલ સુધી બનાવવામાં આવી છે. તો મહેરબાની કરીને હવે તેને ડામર બનાવવામાં આવે તેવી છારી ગામના રહેવાસીઓએ માંગ કરી છે.

નખત્રાણા તાલુકાના છારી ગામ થી તલ બે કીલો મીટર છે,અને બન્ને ગામનું સંપર્ક કાચા રસ્તાથી થાય છે, છારીથી તલ કાચો રસ્તો છે, અને છારી તલ બંને ગામો વચ્ચે નેરો આવે છે, અને અત્યારે ચોમાસાનું મોસમ છે, અમુક ચોમાસામાં તો છારી તલ વચ્ચે  આવેલો નેરો તળાવમાં છલકાઈ જાય છે, મોટાં મોટાં વાહનો, ટ્રક, ટેમ્પો, બોલેરો, ટ્રેક્ટર, જેવા વાહનો પસાર થઇ નથી શકતા, તો આ કેવું રોડ કહેવાતું હશે? ચોમાસુંમાં છારી ગામના રહેવાસીઓ ની ચિંતા ઘણી બધી વધી જાય છે. છારીથી તલ બે કિલોમીટર છે, બે કિલોમીટરમાં તલ છારી ગામનો સંપર્ક જલ્દી થાય છે, તેમાં કોઇ બોજ થતું નથી, જ્યારે ચોમાસાનો મોસમ આવે છે ત્યારે તલ ગામની પાસે આવેલા બે કિલોમીટર છારી ગામ છે, બંને ગામડાઓ વચ્ચે રસ્તો ખરાબ હોવાના કારણે છારી ગ્રામજનોની ચિંતા ઘણી વધી જાય છે, ચોમાસાના મોસમમાં બે કિલોમીટરના બદલે છારી ગ્રામજનોને તલ આવવા માટે જતાવિરાથી 16 કિલોમીટરનો ફેરો થાય છે, તલ ગામની મેટલ રોડનું કામ જલ્દી શરુ થાય તેવી છારી ગ્રામજનોએ માંગ કરી છે, ચોમાસાના મોસમમાં અમે જતાવિરાના પૈયા ફાટકથી 16 કિલોમીટરનો ફેરો પડે છે, અમારું આ 16 કિલોમીટરનું ફેરો જોઈને કાંઈક તો રહેમ કરો.  છારીથી તલ સુધી મેટલ રોડ ડામરનું કામ ચાલુ થાય તેવી ગ્રામજનો ની માંગ, નહીં તો ઉપર મંડાયેલા ચોમાસામાં આ રોડ ભૂંસાઈ જશે, અને અમારે છારી ગામના રહેવાસીઓને તલ આવવા માટે 16 કિલોમીટરનો ફેરો ભોગવવો પડશે તે માટે જલ્દીથી છારીથી તલ બે કિલોમીટર છે, મેટલ રોડને ડામર માં ફેરવી નાખો તેવી અમારી છારી ગ્રામજનોની માંગ. અહેવાલ: અબુબકર ભાઈ લૈયારી કચ્છ.