બોટાદ ખાતે નવનિર્મિત તૈયાર થયેલ સાળંગપુર અંડરબ્રિજની તક્તીઅનાવરણ કરતા ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ


ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે બોટાદ ખાતે અંદાજિત રૂપિયા ૨૭ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવનિર્મિત સાળંગપુર રેલ્વે અંડર બ્રિજનું તક્તિઅનાવરણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ અન્ડમર બ્રિજના તક્તિઅનારવણ પ્રસંગે ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે આ બ્રિજ બનવાના પરિણામે રાજકોટ, જુનાગઢ અને અમરેલીથી આવતા વાહનોને અમદાવાદ તરફ જવા માટે ખૂબ જ ઉપયોગી બનશે. ઉપરાંત પવિત્ર યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન મંદિર , બી.એ.પી.એસ. મંદિર, કુડળ સ્વામિનારાયણ મંદિર તથા શનિદેવ મંદિર કુંડળ ધામ જેવા ધાર્મિક સ્થળોએ જવા માટે ભક્તજનોને પણ ઉપયોગી બનશે તેમજ એસ.ટી. અને અન્યા વાહનોને પરિવહન માટે ખુબ જ સરળતા રહેશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે શરૂઆતમાં રેલ્વે ક્રોસિંગના લીધે ટ્રાફિકની સમસ્યા રહેતી હતી, જે આ પુલ બનવાના કારણે નગરજનો માટે ટ્રાફિકની સમસ્યાનો કાયમી નિરાકરણ થયેલ છે. શહેરમાં નવનિર્મિત રેલ્વે અંડરબ્રિજથી બોટાદ શહેર તેમજ આસપાસના ગ્રામ્યય વિસ્તાર અને અન્યમ શહેરોના વાહનોને ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભીખુભા વાઘેલા, ચંદુભાઈ, પોપટભાઈ સહિતના આગેવાનો તેમજ નગરપાલિકા ઉપપ્રમુ, નગરપાલિકા ચેરમેન તેમજ શહેરીજનો ઉપસ્થિત રહયાં હતા. રિપોર્ટ બાય : લાલજી બોટાદ