ચુડા તાલુકા ના ગામડા ઓમા તેમજ લીંબડી તાલુકા ના શિયાણી ગામે આમ આદમી પાર્ટી નો જન સંવેદના મુલાકાત અંતર્ગત કાર્યક્રમ યોજાયો

આપ નેતા ઇસુદાન ગઢવી ના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત. ચુડા તાલુકાના 54 લોકો તેમજ શિયાણી ગ્રામ પંચાયતના સભ્ય તેમજ આજુબાજુના ગ્રામ્ય માંથી 40 થી વધુ લોકો આપ પાર્ટી માં જોડાયા. સમગ્ર ગુજરાત દ્વારા આયોજીત “જન સંવેદના મુલાકાત” અંતગઁત લીંબડીના પદાધીકારો અને આગેવાનો કાર્યકરોએ લીંબડી તાલુકાના શિયાણી ગામમાં કાર્યકરો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરાયું. આજે લીંબડી તાલુકાના શીયાણી ગામે જન સંવેદના કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે આપ નેતા ઇસુદાન ગઢવીએ શિયાણી ગામના લોકો જે કોરોના કહેરમાં ગુમાવ્યા છે તેમને પુષ્પજલી કરી શ્રધાંજલિ આપી હતી. અને જ્યારે ઇસુદાન ગઢવીએ પોતાના પ્રવચનમાં કોરોનાના મહારોગ માં જે લોકોએ પોતાના સ્વજનો મૃત્યુ પામ્યા છે તે લોકો ને યાદ કરીને શ્રધાંજલિ પાઠવવામાં આવી હતી. કેન્દ્રમાં ભાજપની સરકાર બનેલી પેટ્રોલ, ડીઝલ, ગેસના બાટલાના ભાવ વધી ગયેલા અને અન્ય ચીજોમાં મોંઘવારીના મુદ્દે અને ગુજરાતમાં બનેલ ભાજપની બનેલ સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવેલ હતા. અને વધુ માં જણાવ્યું હતું કે લોકોની સેવા કરવા માટે આમ આદમી પાર્ટીમાં હું જોડાયો છું અને લોકોને અપીલ કરેલ કે આ જન સંવેદના મુલાકાત કાર્યક્રમમાં આપના આગેવાનો માં રાજભા ઝાલા, પરસોત્તમભાઈ મકવાણા, વિક્રમભાઈ દવે, કમલેશ કોટેચા, ડી.ડી.ઝાલા, સહદેવસિંહ ઝાલા, હરીશભાઈ જાદવ, તેમજ લીંબડી, ચુડા તાલુકા ના આપ ના કાર્યકરો હાજર રહિયા હતા. રિપોર્ટ બાય : મહિપત ભાઈ મેટાલિયા.