શકપડતા મુદામાલ તરીકે બે મો.સા સાથે ત્રણ ઇસમો પકડી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી અંજાર પોલીસ

WhatsApp-Image-2021-07-19-at-10.35.33-AM

સરહદી રેન્જ ભુજના મહે.પોલીસ મહાનિરીક્ષક સા. જે.આર. મોથાલીયા સાહેબ તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજારનાઓએ વાહન ચોરીના ગુના શોધી કાઢવા સુચના આપવામાં આવેલ જેથી અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન રાણા સા. નાઓની સૂચના આધારે સ્ટાફના માણસો અંજાર ટાઉન વિસ્તારમા પટ્રોલીંગમા હતા. તે દરમ્યાન અંજાર મધ્યે સતાપર ફાટક પાસે શક પડતા વાહનોની ચેકિંગ કરતા હતા તે દરમ્યાન સતાપર ગામ બાજુથી ત્રણ ઇસમો નંબર પ્લેટ વગરની બે મો.સા. લઇને નિકળતા તેઓને ઉભા રખાવી ચેક કરતા તેઓ કોઇ સંતોષ કારક જવાબ આપતા ન હોઈ તેઓના કબ્જાના બંને મો.સા. જેમા નંબર પ્લેટ લાગેલ ન હોઈ જેથી મજકુર ઈસમો પાસે તેઓના કબ્જામાં રહેલ બંને મો.સા. રાખવા અંગે કોઈ આધાર પુરાવા ન હોઇ તે એક મો.સા.ની કિ.રૂ. ૩૫,૦૦૦/- લેખે બંને મો.સા.ની કુલ્લે કિ.રૂ.૭૦,૦૦૦/- ગણી શક પડતાં મુદ્દામાલ તરીકે કલમ-૧૦ર મુજબ કબ્જે કરી મજકુર ત્રણેય ઈસમોને 01.2.0કલમ-૪૧(૧)(ડી) મુજબ ધોરણસર અટક કરેલ. અને તેઓની પૂછ પરછ કરતા તેઓએ એક મો.સા. આજથી બે દિવસ પહેલા અંજાર મધ્યે આવેલ ખત્રી બજારમાથી ચૌરેલ જે બાબતે અંજાર પોલીસ સ્ટેશનમા ગુન્હો દાખલ થયેલ હોઇ તે ગુન્હો શોધી કાઢેલ તેમજ બીજુ મો.સા. અંજાર મધ્યે ગંગાનાકાથી ચોરી કરેલાનુ કરેલ હોવાનું જણાવેલ છે. રિપોર્ટ બાય :હીનલ જોષી-અંજાર.