રાપર નગરપાલિકાના સભ્યની વાડી પરથી પોલીસે અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપી પાડયો હતો

બોર્ડર રેન્જ આઈજી જે આર મોથાલીયાની સુચનાથી પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ ના માર્ગદર્શન હેઠળ ગત મોડી રાત્રે રાપર પોલીસે રાપર નગરપાલિકા ના વોર્ડ નંબર એક ના કોગ્રેસ માથી ભાજપમા જોડાયેલા સદસ્ય દિનેશ ખીમા કારોત્રાની વાડી માથી રાપર નગરપાલિકાના માજી પ્રમુખના ભાઈ રાજેશ ઉર્ફે રામ રાવણ લખમણ કારોત્રાનો જુદી જુદી ભારતીય બનાવટનો વિદેશી દારૃ ના જથ્થો ઝડપી પાડયો હતો. જેમાં મોંધી બનાવટની રોકિગ વોડકા ઓરેન્જ ફેવરિટની પેટી નંગ છ કિંમત રૂ. 25.200/= વાઈટલેસ વોડકા ઓરેન્જ ફલેવર ક્વાર્ટરીયા પેટી નંગ 11 કિંમત રૂ 52. 800/= સુપર સ્ટ્રોંગપ્રિમીયર રાજસ્થાન બનાવટનો બિયર પેટી નંગ 21 કિંમત રૂ 50 400/= સહિત કુલ રૃપિયા 1.28.400/= નો ઝડપી પાડયો હતો. ધણા લાંબા સમયથી રાજકીય ઓથ હેઠળ મોંઘા ભાવના વિદેશી દારૂનો વેપાર શરૂ કર્યો હતો. રાપર પોલીસે રાજેશ ઉર્ફે રામ રાવણ લખમણ કારોત્રા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. તો જેની વાડી છે એ નગરપાલિકાના વોર્ડ નંબર એકના સદસ્ય સામે કયા કારણોસર ગુનો દાખલ કરવામા આવ્યો નથી. તે અંગે ચર્ચાનો વિષય છે મળતી વિગતો મુજબ છેલ્લા એક વર્ષથી લોકડાઉનમાં દારૂનો ધંધો શરૂ કર્યો હતો. અને મોબાઇલ ફોન પર ડીલીવરી કરવા મા આવતી હતી. જો આરોપીના કોલ ડિટેઇલની તપાસ હાથ ધરવામાં આવી તો અનેક રાજકીય આગેવાનો અને વેપારીઓ નો ભાંડા ફોડ થાય તેવી શક્યતા છે. આ દરોડાની કાર્યવાહીમા પીએસઆઇ જે.એચ ગઢવી પીએસઆઇ જી. જી જાડેજા સહિતનો સટાફ જોડાયો હતો. રાપર પોલીસે ભાજપના આગેવાનના સબંધી અને નગરપાલિકાના સભ્યની વાડી પરથી પોલીસે અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપી પાડયો છે. જે અંગે રાજકીય ભુકંપ સર્જાયો છે. અને હવે ભાજપના કાર્યકરો દારૂના ધંધા મા ઝંપલાવ્યું એ ફલીત થયું હતું.