મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વમાં રાજય સરકારના સુશાસનના પાંચ વર્ષ નિમિતે ૧લી ઓગષ્ટથી ૯મી ઓગષ્ટ-૨૦૨૧ સુધી સૌના સાથ સૌના વિકાસના કાર્યક્રમો રાજયસ્તરે યોજાનાર છે. જે પૈકી કચ્છ જિલ્લામાં પણ આ કાર્યક્રમો યોજાશે. જેની પૂર્વ તૈયારી રૂપે આજે કલેકટર કચેરી ખાતે કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જે અંતર્ગત મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ૫મી ઓગષ્ટ ૨૦૨૧ના કિસાન સન્માન દિનની રાજયસ્તરની ઉજવણી ભુજ-કચ્છ ખાતેથી કરાવશે. આ અંગેના આયોજન માટે યોજાયેલી બેઠકમાં કલેકટર અને અધિક જિલ્લા કલેકટર કુલદીપસિંહ ઝાલાએ કાર્યક્રમ તૈયારીની પૂર્વ ચકાસણી અંગે ખેતીવાડી વિભાગ, નાયબ ખેતી નિયામક મેણાંત, પીજીવીસીએલના અધિક્ષક ગુરવા તેમજ સંકળાયેલ કામગીરીના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છે કે, તા.૧ થી ૯ સુધી જિલ્લામાં પણ જ્ઞાન શકિત દિવસ, સંવેદના દિવસ, અન્નોત્સવદિવસ, નારી ગૌરવ દિવસ, કિસાન સન્માન દિન, રોજગાર દિવસ, વિકાસ દિવસ, શહેરી જન સુખાકારી દિવસ, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરશે. આ સંદર્ભે ડિઝાસ્ટર મામલતદારશ્રી પ્રજાપતિ અને શિક્ષણાધિકારી ડો.બી.એન.પ્રજાપતિ સાથે તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, નિયામકશ્રી ડી.આર.ડી.એ.શ્રી એચ.એમ.જાડેજા, પોલીસ અધિક્ષક સર્વ મયુર પાટીલ અને સૌરભસિંઘ પ્રાંત અધિકારીઓ સર્વ અતિરાગ ચપલોત, પ્રવિણસિંહ જૈતાવત, પી.એ.જાડેજા, મેહુલ બરાસરા, તેમજ સબંધિત મામલતદારઓ, અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા.