સમગ્ર કચ્છમાં કોવીડ-૧૯ના અગાઉ મુકાયેલા નિયંત્રણો અન્ય હુકમો ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે

નોવેલ કોરાના વાયરસ  કે જેને ડબલ્યુએચઓ ઘ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. આ સંબંઘમાં કેન્દ્ર સરકારશ્રી તથા રાજય સરકારશ્રી દ્વારા સમયાંતરે સુચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. સરકારશ્રીના ગૃહ વિભાગના હુકમ ક્રમાંક વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨-B તા.૨૯/૦૭/૨૦૨૧ વાળા મુજબ ગૃહ વિભાગના તારીખ ૧૯/૦૭/૨૦૨૧ વાળા હુકમથી સમગ્ર રાજયમાં મુકવામાં આવેલ નિયંત્રણોના સ્થાને નીચે મુજબના નિયંત્રણો તારીખ ૩૧/૦૭/૨૦૨૧ના સવારના ૦૬.૦૦ કલાક થી અન્ય હુકમો ન થાય ત્યાં સુઘી અમલમાં મુકવામાં આવેલ છે.
પ્રવિણા ડી.કે., આઈ.એ.એસ., કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ-ભુજ, દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-(સીઆર.પી.સી.) ૧૯૭૩ (૧૯૭૪ના નં ૨)ની કલમ -૧૪૪ અને ગુજરાત એપેડેમીક ડીસીઝ, કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ર૦૨૦ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ-૩૪ થી તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવું છું કે, તારીખ ૩૧/૦૭/૨૦૨૧ ના સવારના ૦૬.૦૦ કલાકથી અન્ય હુકમો ન થાય ત્યાં સુઘી સમગ્ર કચ્છ જીલ્લામાં નીચે મુજબના નિયંત્રણો મુકવામાં આવે છે. તમામ દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ ,માર્કેટીંગ યાર્ડ, હેર કટીંગ સલૂન, બ્યુટી પાર્લર, રેસ્ટોરેન્ટસ, અઠવાડીક ગુજરી/બજાર/હાટ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિઓ ચાલુ રાખી શકાશે. જીમ ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી ને આધિન ચાલુ રાખી શકશે. જાહેર બાગ-બગીચાઓ રાત્રિના ૦૯:૦૦ કલાક સુધી જાહેર જનતા માટે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી.ને આધિન ખુલ્લા રાખી શકાશે. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૧૫૦(એકસો પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા/દફનવિધી માટે મહત્તમ ૪૦ (ચાળીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભોમાં તેમજ ધાર્મિક સ્થળોમાં કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી ને આધિન, ખુલ્લામાં મહત્તમ ૪૦૦ વ્યકિતઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૪૦૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યકિતઓ એકત્રિત થઇ શકશે. ધો.૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચીંગ સેન્ટરો/ટ્યુશન કલાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% વિદ્યાર્થીઓ સાથે બેચવાઇઝ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી સાથે ચાલુ રાખી શકાશે. શૈક્ષણિક સંસ્થાઓ શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે. શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી સાથે યોજી શકાશે. વાંચનાલયો ૬૦% ક્ષમતા સાથે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાની શરતે નિયત એસ.ઓ.પી ને આધિન ચાલુ રાખી શકાશે.પબ્લિક તથા પ્રાઇવેટ બસ ટ્રાન્સપોર્ટની નોન. એ.સી. બસ સેવાઓ ૧૦૦% ક્ષમતા સાથે જ્યારે એ.સી. બસ સેવાઓ મહત્તમ ૭૫% પેસેન્‍જર કેપેસીટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ સ્ટેડીયમ/સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે. સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો મહત્તમ ૬૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. વોટર પાર્ક તથા સ્વિમીંગ પુલ મહત્તમ ૬૦% કેપેસીટીમાં ચાલુ રાખી શકાશે. જીલ્લામાં સાર્વજનિક ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફૂટની ઉંચાઇ ધરાવતી મૂર્તિની સ્થાપના કરવાની મંજુરી આપવામાં આવે છે. આ અંગે અન્ય નિર્ણયો જે તે સમયની કોરોનાની જે પરિસ્થિતિ રહેશે તે પ્રમાણે નિર્ણય લેવામાં આવશે. સ્પા સેન્ટરો બંધ રહેશે. તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યકિતઓ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ ફરજિયાત રહેશે. જે વ્યકિતઓના આરટીપીસીઆર ટેસ્ટ પોઝીટીવ આવેલ હોય તેવા કિસ્સાઓમાં આરટીપીસીઆર ટેસ્ટ પોઝીટીવ આવ્યાના ૧૪ દિવસથી/ હોસ્પિટલની ડિસ્ચાર્જ સુમરીની તારીખથી ૯૦ દિવસ પૂર્ણ થયા બાદ તુર્તજ વેક્સીનનો પ્રથમ ડોઝ લેવાનો  રહેશે. અન્‍ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને આરટીપીસીઆર ટેસ્ટ સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્‍સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ જાહેરનામાનાં ભંગ બદલ ભારતીય ફોજદારી ઘારાની કલમ–૧૮૮ અને ઘી એપેડેમિક એકટ ૧૮૯૭ અન્વયે ઘ ગુજરાત એપેડેમિક ડીસીઝ કોવિડ-૧૯ રેગ્યુલુશન, ર૦૨૦ તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ૨૦૦૫ અન્વયે શિક્ષાને પાત્ર થશે.