કચ્છ જિલ્લામાં તા. ૦૧/૦૮/ર૦ર૧ રવિવારના રોજ કોવેકસીન અને કોવીસીલ્ડ નો ફકત બીજો ડોઝ ચાલુ રહેશે. જે વ્યકિતઓએ કોવેકસીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય અને ર૮ દિવસ પૂરા થઇ ગયેલ હોય તેમજ કોવીશીલ્ડનો પ્રથમ ડોઝ લીધેલ હોય અને ૮૪ દિવસ પૂરા થઇ ગયેલ હોય તેમના માટે બીજા ડોઝ માટે ખાસ આયોજન કરવામાં આવેલ છે. આ બંને વેકસીનેશન માટે ના રસીકરણ સ્થળો અલગ અલગ રહેશે. આ માટે રાજય સરકારે કચ્છ જીલ્લાને ખાસ મેગા કેમ્પ માટે ૩૩૦૦૦ રસીનાં ડોઝની ફોળવણી કરેલ છે. જે આરોગ્ય વિભાગ દ્રારા દરેક સ્થળ ઉપર વિતરણ કરી રસીકરણની કામગીરી કરવામાં આવશે. દરેક રસીકરણ સ્થળ પર પુરતી માત્રામાં રસી ઉપલબ્ધ રહેશે. તેમ છતાં કોઇ ચોકકસ સ્થળ પર રસીની ઉપલબ્ધતા મુજબ કામગીરી કરવામાં આવશે. આ અંગે સ્થળ ઉપર વહેલા તે પહેલાના ધોરણે ટોકન મેળવી લેવાના રહેશે. આ ખાસ મેગા ઝુંબુશના દિવસે કોવેકસીન અને કોવિસીલ્ડનો પ્રથમ ડોઝ ની કામગીરી બંધ રહેશે. કોવેકસીન અને કોવિસીલ્ડનાં રસીકરણ સ્થળની યાદી આ પ્રમાણે છે.