શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર રાપર ખાતે અન્નોત્સવ દિવસમાં ઉપસ્થિત રહેશે
રાજય સરકારના સુશાસનના પાંચ વર્ષના કાર્યક્રમ અંતર્ગત શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર રાપર ટાઉનહોલ ખાતે અન્નોત્સવ દિવસમાં ઉપસ્થિત રહેશે. સૌના વિકાસના પાંચ વર્ષ હેઠળ તા.૩/૮/૨૦૨૧ના રોજ રાપર ખાતે યોજાનારા જિલ્લા કક્ષાના અન્નોત્સવ દિવસ કાર્યક્રમમાં સવારે ૧૧.૩૦ કલાકે શ્રમ રોજગાર મંત્રી હાજરી આપશે. આજે રાત્રે રાપર સર્કિટ હાઉસ રોકાણ બાદ કાલે અન્નોત્સવ દિવસ કાર્યક્રમ બાદ તેઓ અનુકુળતાએ કચ્છ પ્રવાસ પુરો કરશે.