માંડવી ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની હાજરીમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

૫ વર્ષ આપણી સરકારના સૌના સાથ સૌના વિકાસના અંતર્ગત આજરોજ ઉજવાયેલા સંવેદનાદિન, કાર્યક્રમ માંડવી મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં માંડવી ખાતે મનાવા હતો. રાજય સરકારની વિવિધ ૫૭ સેવાઓઓ એક જ સ્થળેથી તે જ સમયે અપાતા લાભના સેવાસેતુ કાર્યક્રમમાં વિરેન્દ્રસિંહજીએ વિવિધ યોજનાના લાભાર્થીઓને કીટ, પ્રમાણપત્ર અને હુકમો અર્પણ કર્યા હતા. એકજ સ્થળેથી વિવિધ વિભાગોની આશરે ૫૭ જેટલી સેવાઓનો લાભ નાગરિકોને પ્રાપ્ત થાય તે હેતુસર મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની પ્રવર્તમાન રાજય સરકારનો પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પૂર્ણ થવા નિમિતે આજે “સંવેદના દિન” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે જિલ્લામાં એક દિવસ માટે પ્રત્યેક તાલુકા તેમજ નગરપાલિકા દીઠ જન સુખાકારીના વિવિધ કાર્યો માટે સેવાસેતુ કાર્યક્રમોમાં માંડવી તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઇ મહેશ્વરી, ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા, માંડવી તાલુકા અગ્રણી સુરેશભાઇ સંઘાર, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન કેશવજીભાઇ રોશીયા, કારોબારી ચેરમેન હરેશભાઇ રંગાણી, ઝવેરબેન ચાવડા સહિત મામલતદા મારૂ, ટીડીઓ ગોહિલ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના હોદેદારો, સદસ્યઓ, સરપંચો, ઉપસરપંચો, શાસકપક્ષના હોદેદારો, કાર્યકરો સહિત અધિકારીઓ, લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.