૪ ઓગષ્ટના સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ-કચ્છ ખાતે વિનામુલ્યે સ્વાસ્થ્યવર્ધક રોપાઓનું વિતરણ કરાશે
ભુજ,મંગળવાર;
હાલની પરિસ્થિતી અને કોરોના માહામારી બાદ આયુર્વેદિક ઉપચારનું મહત્વ વધ્યું છે. જે અન્વયે અત્રેની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ-કચ્છ ખાતે પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષી લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમા રાખી લોકોના સારા આરોગ્ય માટે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી એવી ગળો, તુલસી, શતાવરી, અજમો, અરડુસી વગેરેના કલમના રોપાનું વિતરણ તારીખ ૦૪/૦૮/૨૦૨૧ના રોજ સમય સવારે ૯ થી ૧૨ દરમ્યાન વિનામુલ્યે (નિ:શુલ્ક) કરવામાં આવશે. તો જાહેર જનતાએ લાભ લેવા વૈદ્ય પંચકર્મ વર્ગ-૧, સરકારી આયુર્વેદ હોસ્પિટલ., ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.