ઓગસ્ટ-૨૦૨૧ માસનો વાહનોનો ફિટનેસ રીન્યુ કરાવવા અંગેના કેમ્પો વિવિધ સ્થળોએ યોજાશે
ભુજ,મંગળવાર;
ક્ચ્છ જિલ્લાની મોટરીંગ પબ્લિક અને વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ઓગસ્ટ-૨૦૨૧ માસનો વાહનોનો ફિટનેસ રીન્યુ કરાવવા અંગેના કેમ્પો ૦૪/૦૮/૨૦૨૧-બુધવારના મુંદરા, ૧૧/૦૮/૨૦૨૧-બુધવારના માંડવી તથા ભચાઉ, ૧૨/૦૮/૨૦૨૧-ગુરૂવારના દયાપર તેમજ ૧૮/૦૮/૨૦૨૧-બુધવારના નખત્રાણા તથા રાપર ખાતે યોજવામાં આવશે. આ કેમ્પના સ્થળે સવારે ૧૦:૦૦ થી ૦૪:૦૦ વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોનું ફિટનેસ રીન્યુ કરી આપવાની કામગીરી કરી આપવામાં આવશે તેમજ ભુજ અને ગાંધીધામ કચેરીએ પણ આ કામગીરી કરી આપવામાં આવશે. જેની તમામ જાહેર જનતાએ નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.