રવીવારે યોજનાર રાજ્ય વેરા નિરિક્ષક (વર્ગ-૩)ની પરીક્ષા માટે પ્રતિબંધાત્મક આદેશો જારી

ભુજ,શનિવાર;

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય વેરા નિરિક્ષક (વર્ગ-૩) ની પરીક્ષા આગામી તા.૮મી ઓગષ્ટ-૨૦૨૧ ના લેવાનાર છે. આ પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રના સ્થળ તથા તેની આજુબાજુના વિસ્તારમાં સલામતીની વ્યવસ્થા ગોઠવવા સરકારી દ્વારા જરૂરી સૂચના અપાયેલ છે.

કચ્છ જીલ્લામાં ઉપરોક્ત પરીક્ષા, પરીક્ષાર્થીઓ અસામાજીક તત્વોના ત્રાસ અને ભય વિના આપી શકે તથા પરીક્ષા સ્થળના સંચાલકઓ અસામાજીક તત્વોના ત્રાસ અને ભય વિના જાહેર પરીક્ષાનું સંચાલન કરી શકે તેમજ પરીક્ષા સમય દરમ્યાન જાહેર વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે હેતુથી તથા પરીક્ષા દરમ્યાન ચોરીઓના દુષણના કારણે તેજસ્વી પરીક્ષાર્થીઓના ભાવિ પર અસર ન પડે તે માટે કોપી રાઈટ/ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના ઉત્તરો કોપીઇંગ મશીન દ્વારા ન થાય તથા પરીક્ષા ખંડમાં ન પહોંચે તે માટે પ્રતિબંધિત પગલાં લેવા માટે પુરતા કારણો છે.

જેથી, કુલદીપસિંહ ઝાલા, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, કચ્છ ભુજ,દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ તેમને મળેલ સત્તાની રૂએ નીચે અનુસૂચિમાં જણાવ્યા મુજબના પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડીંગોના ૨૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં તા.૮/૮/૨૦૨૧ની સવારના કલાક. ૦૬:૦૦ થી સાંજના કલાક ૦૮:૦૦ સુધી કેટલાક પ્રતિબંધ ફરમાવેલ છે. જે અન્વયે પરીક્ષા કેન્દ્રોની આસપાસ ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોઇ પણ માર્ગ ઉપર ચોકમાં કે ગલીમાં પાંચ કરતા વધારે લોકોએ એકઠા થવું નહીં, સરઘસો કાઢવા નહી તેમજ સુત્રો પોકારવા નહીં. પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં કોપીઈંગ મશીન દ્વારા કોપીકરવાનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ/કોપીઇંગ મશીન ધારકોએ તેઓના કોપીઈંગ મશીન ચલાવવા નહીં કે કોઈપણ પત્રો, દસ્તાવેજો કે કાગળોની નકલો કરવી નહીં અને મશીનો બંધ રાખવા. પરીક્ષા કેન્દ્રો/બિલ્ડીંગોના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જ પોલિસ કર્મચારીએ ઉભા રહી જે પરીક્ષાર્થીપાસે પ્રવેશિકા(રસીદ) હોય તે ચકાસીને જ માત્ર પરીક્ષાને જ પ્રવેશ આપવાનો રહેશે. પરીક્ષામાં રોકાયેલા કેન્દ્રના સંપાદકઓ, બિલ્ડીંગના કન્ડક્ટર, ખંડ નિરીક્ષકો, વહીવટી સેવામાં જેઓને ફરજ સોંપવામાં આવે છે તે વોટરમેન, બેલમેન કે જેઓને આયોગ દ્વારા દ્વારા ઓળખપત્ર આપવામાં આવેલ છે તે તપાસીને જ પ્રવેશ આપવાનો રહેશે.પોલિસ કર્મચારીએ પરીક્ષા કેન્દ્રબિલ્ડીંગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ ફરજ બજાવવાની