પુંછડે ચાર ટપકાંવાળી ઇયળ (ફોલ આર્મીવર્મ) Spodoptera frugiperda થી પાકને બચાવવાના ઉપાયો


ભુજ, મંગળવાર
ફોલ આર્મીવર્મની( ચાર ટપકાંવાળી ઇયળ)ની ઓળખ :પુછડે ચાર ટપકાવાળી ઇયળ (ફોલ આર્મીવર્મ) મુખ્યત્વે મકાઇ પાકમા જોવા મળતી જીવાત છે .આ ઈયળ સામાન્ય રીતે ઘાટા બદામી રંગની હોય છે. માથું કાળા રંગનું હોય છે. તેના માથા ઉપર સફેદ રંગનો અંગ્રેજીમાં “Y” આકારનો માર્ક જોવા મળે છે તથા ઇયળની પુંછડી ઉપર છેલ્લાથી આગળના ભાગમાં ચોરસ આકારમાં ઘાટા કાળા રંગના ઉપસેલા ચાર ટપકાં જોવા મળે છે. વધુમાં ઈયળ નાં ઈંડા મકાઈના પાંદડાની નીચે અથવા પાંદડા ઉઅર અથવા થાળ ઉપર જથ્થામાં જોવા મળે છે . જેના ઉપર સફેદ રુવાંટી જેવું આવરણ જોવા મળે છે.
ફોલ આર્મીવર્મનુ નુકશાન : આ ઇયળ ખુબજ ખાઉંધરી તથા છોડના ડુંડા સહિતના તમામ ભાગોને નુકશાન કરી મકાઇના પાકને નુકશાન કરે છે.
ફોલ આર્મીવર્મ સંકલિત જીવાત વ્યવસ્થાપન : બિયારણને પટ આપવા માટે Cyantranilipole 19.8%+ Thiomethoxam 19.8% FS ૬ મી.લી./કિ.ગ્રા બિયારણ પ્રમાણે માવજત આપી વાવેતર કરવુ. ખેતરમાં પાકની શરૂઆતના દિવસોમાં સતત દેખરેખ રાખી જિવાતના ઇંડા તથા નાની ઇયળોના સમુહોનો નાશ કરી ઉપદ્રવ ટાળી શકાય છે. હેકટરે એક પ્રકાશ પિંજર ગોઠવવા, ઇંડાના સમુહ અને જુદી-જુદી અવસ્થાની ઇયળોનો હાથથી વીણી એકત્ર કરી કીટકનાશકના દ્વાવણમાં ડુબાડી નાશ કરવો. ઉપદ્રવ જણાય તો બેસીલસ થુરીન્ઝીએન્સીસ પાવડર ૨૦ ગ્રામ અથવા બેવેરીયા બેસીયાના નામની ફુગનો પાવડર ૫૦ ગ્રામ અથવા લીંમડાની લીંબોળીની મીંજનો ભુકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડાનું તેલ ૩૦ મીલી+કપડા ધોવાનો પાવડર ૧૦ ગ્રામ અથવા લીમડા આધારીત તૈયાર કીટક નાશક એઝાડીરેક્ટીન-૧૫૦૦ પીપીએમ ૫૦ મીલી પૈકીની કોઇ પણ એક જૈવિક/વનસ્પતિ જન્ય દવા ૧૦ લીટર પાણીમાં ઉમેરી, આખો છોડ તેમજ ભુંગળી પલળે તે રીતે છંટકાવ કરવો. જો ઉપદ્રવ ૧૦% થી વધુ જોવા મળે તો રાસાયણિક દવાઓ જેવી કે Spinetoram 11.7% SC (100ml/acre @ 0.5ml/litre) અથવા Chlorantraniliprole 18.5% SC (80ml/acre @ 0.4 ml/litre) અથવા Thiomethoxam 12.6% + Lambda Cyhalothrin 9.5% ZC (50ml/acre @0.25ml/litre) અથવા Emamectin benzoate 5%SG (80g/acre @ 0.4g/litre પૈકીની કોઇ પણ એક જંતુનાશક દવા છોડ તેમજ ભુંગળી પલળે તે રીતે છંટકાવ કરવો અને જરૂર જણાય તો અઠવાડીયા પછી જંતુનાશક દવા બદલી બીજો છંટકાવ કરવો પરંતુ જંતુનાશક દવાના છંટકાવ અને કાપણી વચ્ચે ઓછામાં ઓછો ૧૦ થી ૧૫ દિવસનો સમયગાળો જાળવવો. જીલ્લા ખેતીવાડી અધિકારી ડી.એમ મેણાત દ્વારા જણાવાયુ છે.