રાજ્યમંત્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષસ્થાને અંજાર શહેરીવિકાસની બેઠક યોજાઇ


ભુજ :૨૦-શુક્રવાર
આજ રોજ પ્રાંત કચેરી અંજાર ખાતે રાજ્યમંત્રી વાસણભાઇ આહિરના અધ્યક્ષ સ્થાને અંજાર શહેરી વિકાસની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં સામાજીક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહિરે પ્રાથમિક સુવિધાઓના, શહેરી વિકાસના, રસ્તા,ગટર, પાણી અને પ્રગતિના વિકાસ અંગેની ચર્ચાઓ સંબંધિતો સાથે કરી હતી. આ બેઠકમાં અંજારના પ્રવાસન સ્થળો વીરબાળ સ્મારકભૂમિ ,જેસલ-તોરલની સમાધિથી ધોળાજંકશન તેમજ નગરપાલિકાના વિકાસકામો, એપીએમસી અંજાર અને લીલાશા કુટીયા અંડરબ્રિજની પ્રાથમિક તબક્કાની કામગીરી તેમજ અંજાર પ્લે ગ્રાઉન્ડ અને તળાવોની, બગીચાના વિકાસકામ અંગેની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમંત્રીએ વહેલી તકે અને યોગ્ય રીતે આ કામગીરી પુરી થાય તેમ કરવા સંબંધિતો સાથે ચર્ચા કરી હતી. આ તકે રાજ્યમંત્રી વાસણભાઇ આહિર સાથે અંજાર પ્રાંતઅધિકારી વી.કે. જોશી,મામલતદાર મંડોરી, તાલુકા વિકાસ અધિકારી આર .એ. ત્રિવેદી, માર્ગ અને મકાન વિભાગના એસ.ઓ પરાક્રમસિંહ, સીટી સર્વે સુપરિન્ટેન્ડેન્ટ એ.એસ. ઝાલા, અંજાર નગરપાલિકા ચીફઓફીસર જીગર પટેલ તેમજ તેજપાલ ભાઈ ઉપસ્થિત રહ્યા હતા.