રાપર મા યુવા ભાજપ દ્વારા મેરેથોન દોડ યોજાઈ


દેશ આઝાદ થયા ને પંચોતેર વર્ષ થતાં દેશભરમાં જુદા જુદા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકા મા પણ જુદા જુદા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે તે મુજબ રાપર શહેર યુવા ભાજપ દ્વારા આજે વહેલી સવારે યુવા સંકલ્પ યાત્રા અંતર્ગત મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાપર શહેરના બગીચા થી પ્રાગપર ચોકડી પાસે આવેલી સરદાર પટેલ ની પ્રતિમા સુધી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એકસો છ જેટલા સ્પર્ધકો એ ભાગ લીધો હતો જેમાં પ્રથમ નંબરે પ્રવિણભાઇ રામજી ચૌહાણ બીજા નંબરે નોંઘાભાઈ હમીર દૈયા ત્રીજા નંબરે લખમણ ભાઈ બારી જ્યારે લેડીઝ વર્ગ મા જાગૃતિ બેન ગામોટ બીજા ત્રીજા નંબરે નંબરે પાયલ વાવીયા પ્રિયા સાધુ જ્યારે બાળકો મા પ્રથમ કૈલાસ વાધાણી બીજા કિશન કોળી ત્રીજા હરેશ કોળી વિજેતા થયા હતા વિજેતાઓને જુદા જુદા આગેવાનો ના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા જેમાં પીએસઆઇ જી. જી જાડેજા રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી મેહુલ જોશી લાલજીભાઈ કારોત્રા નિલેશ માલી હઠુભા સોઢા ધર્મેન્દ્ર સીયારીયા મિરાણી ભરત મસુરીયા જગુભા જાડેજા વાલજીભાઈ વાવીયા જસવંતી બેન મહેતા વિગેરે ના હસ્તે ઈનામ આપવા મા આવ્યા હતા આજે યોજાયેલી મેરેથોન દોડ ને રાપર નગરપાલિકા ના માજી પ્રમુખ હઠુભા સોઢા શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી મેહુલ જોશી લાલજીભાઈ કારોત્રા ભિખુભા સોઢા નિલેશ માલી જસવંતી બેન ગૌસ્વામી વિગેરે એ ઝંડી દેખાડી શરુઆત કરાવી હતી સમગ્ર કાર્યક્રમનું આયોજન રાપર યુવા ભાજપ પ્રમુખ શૈલેષ ચંદે અજય ગૌસ્વામી વત્સલ પુજારા ભાવિક કોટક વિગેરે એ કર્યું હતું સમગ્ર કાર્યક્રમ નું સંચાલન ભાવિન મિરાણી એ કર્યું હતું આભાર વિધિ મેહુલ જોશી એ કરી હતી.