કોમી એકતાને આપણે સૌ આગળ વધારીએ-રાજ્યમંત્રી વાસણભાઇ આહિર

ભુજ શુક્રવાર,

                  રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે આજરોજ અંજાર ખાતે મોહરમ નિમિત્તે  મુસ્લિમ બિરાદરો સાથે મજલીસ  બેઠક યોજી હતી. કરબલાના શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે આ તકે સૌને એકતા દાખવીને માનવતાની સંસ્કૃતિને આગળ વધારવા માટે જણાવ્યું હતું. મકદુમઅલી બાપુ ના ચીંધેલા માર્ગે આગળ વધવાનું જણાવીને તેમણે હિંદુ-મુસ્લિમ એકતાની કચ્છની સંસ્કૃતિને બિરદાવી હતી. હિન્દુ અને મુસ્લિમ બિરાદરોની પરસ્પર ભાઈચારા અને સંપની, શ્રદ્ધાની વાતો રજૂ કરીને રાજ્યમંત્રી એ  મુસ્લિમ બિરાદરોને મહમદ પયગંબર સાહેબની બાવળમાં જીવ હોવાની વાતને ટાંકીને તેમની જીવ દયાનો ઉલ્લેખ કર્યો હતો. કોરોનાના સમયમાં કચ્છમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓએ પરસ્પર બાળકો માટે દાખવેલી કરુણાનું પણ તેમણે ઉદાહરણ આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્તમાન પરિસ્થિતિમાં અફઘાનિસ્તાનમાં કરાઈ રહેલી કામગીરીની પણ તેમણે આ તકે પ્રશંસા કરી હતી.

                         સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી વાસણભાઇ આહિરે આ તકે હાજીપીર ખાતે યોજાયેલી પૂજ્ય મોરારી બાપુની વ્યાસપીઠે મુસ્લિમ બિરાદરની ધર્મ શ્રદ્ધાની વાત રજૂ કરીને કોમી એખલાસનું ઉદાહરણ રજૂ કર્યું હતું. રાજ્યમંત્રી સાથે આ તકે ત્રિકમ દાસજી મહારાજ , કીર્તિ દાસ બાપુ, અનવરશા બાપુ, પુર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, કૌશર અલજી, પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જીવાભાઈ, પોલીસ અધિક્ષક મયુર પાટીલ, પ્રાંત અધિકારી વી. કે .જોશી, મામલતદાર મન ડેરી, નગરપાલિકા પ્રમુખ લીલાવંતી બેન પ્રજાપતિ, અગ્રણી ડેનિ શાહ ,અહમદભાઈ,  અહમદ જત, રાજાભાઈ, ભરતશાહ તેમજ મુસ્લીમ સમાજના અગ્રણીઓ અને ધર્મપ્રેમી બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા.